વાપી બંગાલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

On: March 22, 2026 12:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી બંગાલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરારજી સર્કલ ખાતે આવેલા રવેશિયા પાર્ક માં અયપ્પા કોમ્યુનિટી હોલ ખાતે સ્વેચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમ બપોરે 4:00 વાગ્યા સુધી યોજાયો હતો જેમાં ઉત્સાહપુર્ણ રીતે લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું.

વાપીના રવેશિયા પાર્કમાં ઐય્યપ્પા કોમ્યુનિટી હોલ ખાતે વાપી બંગાલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પાંચમા વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે 10:00 વાગ્યાની આસપાસ બંગાલી સમાજના અગ્રણીઓ અને ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ સભ્યો દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા આગળ દીપ પ્રજવલત કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ જરૂરિયાત મંદ લોકોને સમયસર રક્ત મળી રહે તેવા હેતુ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્વેચ્છિક રક્તદાન શિબિરમાં અંદાજિત 100 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

મહિલા પ્રમુખ શુક્લા ઘોષ તેમજ એસ.ચક્રવતી એ જણાવ્યું કે તેઓ છેલ્લા 4 વર્ષ થી આયોજન કરી રહ્યા છે આ તેમનું પાંચમું વર્ષ છે અને જરૂરિયાત મંદ લોકોને તાત્કાલિક રક્ત મળી રહે તે હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ એ પણ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અવિજિત ઘોષ,એ.કે. મોંડલ,સુબીર ભટ્ટાચાર્ય,સુબ્રતો મુકર્જી,સુકલા ઘોષ,સોમેન્દુ ચક્રવર્તી, સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!