Breaking News
ધરમપુર માં એક રાજકીય આગેવાન બ્યુટીપાર્લર વાળી મહિલા સાથે કાર માં બેસી શું કરતા હતા? ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર: વાપીની કેશવજી ભારમલ સુમારિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં વિવિધ અભ્યાસક્રમોની સુવિધા વાપીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ લીધી મુલાકાત સુપામાં 5થી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથા ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈની વિયેતનામ ની બેઠક વ્યાપાર-રોકાણ સંબંધો, સેમિકન્ડક્ટર, ફાઇનાન્સ અને વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે મહત્વ ની રહી  સંગઠન માં ઉચ્ચહોદ્દા ઉપર રેહનારા હવે સરપંચની ચૂંટણી લડવાના સ્વપ્ન સેવી રહ્યા છે 

તાલુકા પ્રમુખ,પ્રદેશમાં થી નિયુક્તિ થયેલ, નિયુક્ત સભ્યને સસ્પેન્ડ કરી શકે?

On: November 23, 2026 12:38 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ખરેખર સસ્પેન્ડ કરવા પાછળ નો હેતુ શું? રાજકીય અદાવત કે પછી વધી રહેલી કુંજાલી પટેલ ની લોકપ્રિયતા નો ડર .. ક્યાય ધારાસભ્ય ની દાવેદર ન બને તે પેહલા જ પક્ષ માંથી દૂર કરવા તેમજ મનોબળ તોડવા કોંગ્રેસ ના અમુક ઘરના ના ઓટલે થી રાજકારણ કરતા આગેવાનો ની ચાલતી ચાલ આંતરિક વિગ્રહ ચરમસીમાએ પોહ્ચ્યો..

કપરાડા તાલુકાથી નાનાપોઢા તાલુકો નું વિભાજન થઈ નવો તાલુકો બન્યો ત્યારે નાનાપોઢા તાલુકામાં ધારાસભ્ય બનવા માટે અત્યાર થી જ કોંગ્રેસ માં જૂથવાદ ચરમસીમાંએ પોહોચ્યો છે. એક તરફ ઝેન્ઝી માટે લોકો વચ્ચે જઈ ને કામ કરી રહેલ પ્રદેશ મહામંત્રી અને તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ ની લોકપ્રિયતા વધી રહી છે જેને લઇ ને હવે ઓટલે બેસી રાજકારણ કરતા આગેવાનો ને ડર પેસી ગયો છે કે ક્યાંક ધારાસભ્ય ની ટિકિટ કોંગ્રેસ માંથી તેને ન મળી જાય! એટલે અત્યાર થી જ જૂથવાદ માં હરેશ પટેલ આણી મંડળી દ્વારા તેને થોડા દિવસ પેહલા પક્ષ માંથી સસ્પેન્ડ કરી હોવાની જાહેરાત કરી હતી જે બાદ કુંજાલી પટેલ દ્વારા તેના નિવાસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજી પોતાની તાકાત અને લોકસંપર્ક નો પરિચય આપ્યો હતો આ કાર્યક્રમ વિશેષ વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ હાજરી આવનાર ભવિષ્ય માટે સૂચક હતી,

સાથેજ AICC ના સભ્ય ગૌરગ પંડ્યા અને અન્ય તાલુકા ના પ્રમુખો આગેવાનો હાજર રહ્યા હતા પરંતુ એ જ કાર્યક્રમ માં જિલ્લા પ્રમુખ કિશન પટેલ અને ઉપપ્રમુખ વસંત પટેલ અને તાલુકા ના પ્રમુખ હરેશ પટેલ ગેરહાજર રહ્યા એ જ બાબત સૂચવી જાય છે કે કિશનપટેલ હરેશ પટેલ અને વસંત પટેલ નારાજગી છતી થઇ ત્યારે આ કર્યક્રમ બાદ કુંજાલી પટેલ ને હવે નાનાપોંઢા તાલુકા પંચાયત માં માત્ર અપક્ષ સભ્ય તરીકે ગણતરી કરવા તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત હરેશ પટેલે કરી જણાવ્યું છે કે કુંજાલી પટેલ ને 6 વર્ષ માટે કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરવામાં આવી છે જેથી હવે તેઓ માત્ર અપક્ષ સભ્ય ગણવા રજુઆત કરાઈ છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે પ્રદેશ માંથી નિયુક્ત કરેલ હોદ્દા અને પ્રદેશ માંથી ચૂંટણી લડવા માટે મળેલ મેન્ડેડ ને તાલુકા ના પ્રમુખ કઈ રીતે રદ કરી શકે અને પ્રાથમિક ધોરણે સસ્પેન્ડ પણ કરવામાં આવે તો માત્ર કોંગ્રેસ નુ સભ્ય પદ રદ કરી શકાય ત્યારે અહીં સવાલ એ છે કે હરેશ પટેલ દ્વારા પ્રદેશ સમિતિ ના સભ્ય કુંજાલી પટેલ ને સસ્પેન્ડ કરવા (કોણે સુમતી આપી) ની સત્તા કોને આપી શું પ્રમુખ ને એટલી ખબર નહિ હોય કે પ્રદેશ માંથી નિયુક્ત થયેલ પદ ને રદ કરવા ની સત્તા તાલુકા પ્રમુખ પાસે હોતી નથી તેઓ તો માત્ર તાલુકાના જ સભ્યો ને સસ્પેન્ડ કરવાની સત્તા ધરાવી શકે છે ત્યારે કોઈના કેહવા થી કે કોઈ ના દોરવા થી દોરાઈ ગયેલ પ્રમુખે કોંગ્રેસમાં ચોક્કસ ભંગાણ કરાવશે અને એનો સીધો ફાયદો ભાજપને થશે એ નક્કી છે આંતરિક લડાઇ અને ધારાસભ્ય બનાવા ની લ્હાય માં નાનાપોઢા તાલુકામાં કોંગ્રેસ નુ વહાણ ડૂબે તો નવાઈ નહીં

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!