108 એમ્બ્યુલન્સ બની ફરી દેવદૂત,માલઘરની પ્રસુતાએ 108 માં જ બાળકીને જન્મ આપ્યો

On: May 13, 2023 4:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં અનેક દર્દીઓ ને સમય સર દવાખાને લઈ જઈ જીવ બચાવવા માં સંજીવની સાબિત થયેલ 108 સેવા દ્વારા વધુ એક  વખત પ્રસૂતા મહિલાને એમ્બ્યુલન્સ માં જ પ્રસુતિ કરાવી નવજીવન આપ્યું છે સાથે તંદુરસ્ત બાળક ને પણ બચાવી લેવામાં આવ્યું છે 

કપરાડાના માલઘર મૂળગામ ફળિયામાં રહેતી  મહિલા જે ગર્ભવતી હતી જેને ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ માં પ્રસૂતિનો દુખાવો થતા તુરંત સ્થાનિકો એ દવાખાને લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરાઈ હતી જે બાદ 108 એમ્બ્યુલન્સ ના પાઇલોટ ચંદ્રકાન્ત દળવી અને ઇ એમ ટી હિરેન એ પટેલ સ્થળ ઉપર પહોંચી મહિલાને સારવાર માટે સુથારપાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવા કવાયત હાથ ધરી હતી જોકે માર્ગમાં અચાનક વધુ દુખાવો થતા એમ્બ્યુલન્સ ના પાઇલોટ અને ઇ એમ ટી એ સ્થિતિને જોતા પ્રસૂતિની પીડા થી કણસતી મહિલાને એમ્બ્યુલન્સ માં જ ડીલેવરી કરાવી હતી અને પ્રસૂતા એ એક નવજાત સ્વસ્થ્ય બાળકી ને જન્મ આપ્યો હતો હાલ બાળક અને માતા સાકીબેન હીરામણ ભાઈ બન્ને ની સ્વાસ્થ્ય હોવાનું જાણવા મળી રહ્યું છે આમ એમ્બ્યુલન્સ ના ઇ એમ ટી અને પાઇલોટ ની સમય સુચકતા ને લઈ માતાએ એમ્બ્યુલન્સમાં જ સંતાનને જન્મ આપ્યો છે  આમ ફરી એક વાર એમ્બ્યુલન્સ માતા માટે સંજીવની બની છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!