કપરાડા પોલીસ સ્ટેશનનો લેન્ડ લાઇન ફોન બીમાર

On: January 3, 2023 7:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કોઈ આકસ્મિક ઘટના બને અને સામાન્ય જનતાએ પોલીસને જાણ કરવી હોય તો ક્યાં કરવી ??

કપરાડા તાલુકાના અનેક ગામોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શરૂ થયેલ પોલીસ મથકમાં ત્વરિત સંદેશા વ્યવહાર માટે દરેક પોલીસ મથકમાં ટેલિફોન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ કપરાડા ના અંતરિયાળ પોલીસ મથકમાં છેલ્લા 6 માસ ઉપરાંત થી લેન્ડ લાઈન ફોન 220033 નંબર વાળો ફોન મોટા ભાગે કાર્યરત રહેતો ન હોવાને કારણે જો કોઈ આકસ્મિક ઘટના બને તો સામાન્ય વ્યક્તિ ને 100 નંબર ડાયલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી મહત્વ નું છે કે કપરાડા વિસ્તારના ગામોમાં મોટી ઘટના બને તો સામાન્ય વ્યક્તિ કોઈ જાણ કરવા માટે લેન્ડ લાઈન ઉપર ફોન કરે તો તે સંપર્ક થઈ શકતો નથી અથવા તો રિંગ પડે છે પણ સામેના વ્યક્તિને અવાજ સુધ્ધાં આવતો નથી જેના કારણે જરૂરી સંદેશાઓ પણ પહોંચી શકતા નથી ત્યારે સમગ્ર બાબત ને ગંભીરતા પૂર્વક લઈ ટેલિફોન તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!