પારનેરા ડુંગર સ્થિત શ્રી ચામુંડાધામ મંદિર તારીખ ૧૩ થી ૨૨ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટ નો નિર્ણય.
હાલે વલસાડ જિલ્લા માં વધી રહેલા કોરોના ના કેસો ને ધ્યાને રાખી વલસાડ ના પારનેરા ડુંગર સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ચંડીકા શ્રી અંબિકા શ્રી નવદુર્ગા, શ્રી મહાકાળી તેમજ શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ પારનેરા ડુંગર વલસાડ દ્વારા આગામી તારીખ ૧૩ એપ્રિલ થી ૨૨ એપ્રિલ સુધી મંદિર દર્શનાર્થીઓ ના સ્વાસ્થ અને સલામતી ના કારણોને ધ્યાન માં રાખી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.