વાપી ની પેપર મિલમાં બોયલર ઉપર થી પટકાયેલ કામદાર એ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો (સેફટી મેઝરમેન્ટ અંગે અનેક સવાલો)

0
202

વાપી જી આઈ ડી સી માં આવેલી 3000 કરતા વધુ કંપનીઓમાં કોઈ ઘટના ના બને તે માટે ઔધોગિક સેફટી વિભાગ દ્વારા દર વર્ષે વિશેષ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે સાથે જ દરેક કમ્પનીના કર્મચારી ઓને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે પણ શેઠ ની શિખામણ ઝાંપા સુધી જેવા વાક્ય ને ચરિતાર્થ કરતા કમ્પની સંચાલકો ને પોતાના કર્મચારી નો જીવ નહિ પરંતુ પ્રોડક્શન કેમ વધે તેમાં વધુ રસ હોય છે ત્યારે આજે વધુ એક ઘટના બનતા બોયલર ઉપર થી પટકાયેલો કામદાર એ ગંભીર ઈજાઓ ને પગલે દમ તોડ્યો છે 


વાપી જી આઈ ડી સી માં આવેલી આર્યન પેપર મિલ માં બોયલર વિભાગ માં ફરજ બજાવતા રાજા રામ બારી નામનો કામદાર કોઈ કારણ સર બોયલર ઉપર ચડ્યો હતો જ્યાં થી નીચે પટકાતા તેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વાપીની એક ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેણે દમ તોડ્યો હતો 
મહત્વ નું છે મોટા ભાગે ચાલતી કંપની માં કોન્ટ્રકટર દ્વારા મેંન પાવર પૂરો પાડવામાં આવે છે જેમાં તેઓ કેટલાક લોકોને કામ ઉપર રાખે છે તેમના પગાર ના બિલ જી એસ ટી સાથે બને છે કે નહીં તે અંગે પણ સવાલ અને તપાસ નો વિષય છે તો બીજી તરફ કોન્ટ્રકટર ને માત્ર પ્રોડક્શન (ઉત્પાદન )સમય સર પૂર્ણ કરવામાં રસ હોય જેથી સારી એવી આવક નું કમિશન મળી શકે પરંતુ કામ કરતા કામદાર ના જીવ ની કિંમત તેના માટે ચણા મમરા સમાન હોય એમ જણાઈ આવે છે 
મહત્વ નું છે ઘટના બનતા  સેફટી મેનજર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે વળી ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા પણ જિલ્લામાં આવેલ કંપનીમાં દર માસે વિઝીટ લેવાની થતી હોય છે અને તમામ રેકોર્ડ રજીસ્ટર્ડ માં નોંધ લેવાની  થતી હોય છે પરંતુ વલસાડ જિલ્લા માં ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા પણ આવી કંપની જે બેદરકારી દાખવે તેમની સામે કાર્યવાહી કરવામાં કેમ ઢીલ કરવામાં આવે છે પણ અનેક સવાલો ઉપજાવે છે ત્યારે સેફટી વિના કામ કરનાર કંપની સામે કાર્યવાહી કરવામાં આવે એજ સમય ની માંગ છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here