વાપી જી આઈ ડી સી માં આવેલી પેપર મિલ માં આજે અગમ્ય કારણો સર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી વાપી નજીકમાં આવેલ શાહ પેપર મિલમાં કોઈ આગ પકડી લીધી હતી અચાનક આગ લાગતા કંપનીમાં રાખેલ અનેક પેપર ની ઘાસડી ઓ ને જ્વાળા માં લપેટાઈ જતા આગ વધુ બેકાબુ બની હતી ઘટના અંગે ની જાણકારી ફાયર વિભાગ ને થતા આગ ને કાબુમાં લેવા માટે જી આઈ ડી સી ફાયર વિભાગ ના વાહનો સ્થળ ઉપર પોહચ્યા હતા ને કવાયત હાથ ધરી હતી
મહત્વ નું છે પેપર મિલ હોય કે કેમિકલ કંપનીઓ માર્ચ એન્ડિંગ હોય કે દિવાળી જેવા તહેવારો આવા સમયે જ અનેક કંપનીઓ માં આગ ની ઘટના ઓ બનતી હોય છે જે તપાસ નો વિષય છે