હકીકત માં ભંગારિયાને હટાવવા થી ફાયદો કોને?

On: May 30, 2025 7:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ક્યાંક સોનાની લગડી જેવી જમીન મેળવવા માટે તો ડુંગરી ફળિયામાં ભંગારીયાઓને નથી દૂર કરાય રહ્યા ને?

વાપી મનપા બની ત્યાર થી ડુંગરા કરવડ વિસ્તારમાં આગ લાગવાની અસંખ્ય ઘટના બની છે.ડુંગરી ફળિયા ક્ષેત્ર પાલિકા હતી ત્યારે કોમર્શિયલ ઝોન માં આવતો હતો જે જૂના ટીપી પ્લાન ના નકશામાં અંકિત છે.જોકે  રહેણાંક વિસ્તારમાં પણ કેટલાક ભંગારીયા ના ગોડાઉન છે.પણ આગ લાગવાની હોનારત ને પગલે તેમને ખસેડવા અને ડિમોલેશન કરવા પાછળ સીધો ફાયદો કોને? ક્યાય સોનાની લગડી જેવી ખાલી થનાર જમીન ઉપર તો કોઈ ની નજર નથી ને ?

ડુંગરી ફળિયામાં તાજેતર માં ૧૦૦ ગોડાઉનો તૂટ્યા બાદ કેટલાક બિલ્ડરોના જમીન દલાલો સક્રિય થઈ ગયા છે.

ડુંગરી ફળિયા વિસ્તારમાં હાલમાં જ 100 જેટલા ગોડાઓનું ડિમોલિશન કરવામાં આવ્યું છે અને ખાલી પડેલી આ જગ્યા ઉપર સૌની નજર રહેલી છે સોનાની લગડી જેવી આ જગ્યા ખાલી થતા કોઈને કોઈ ભંગાર ના ગોડાઉન ધરાવતો માલિક ક્યારેક ને ક્યારેક ફેક છે એવી આશા સાથે કેટલાક બિલ્ડરોના દલાલો આજકાલ ડુંગરી ફળિયાના કેટલાક ભંગારના ગોડાઉન માલિકો સાથે જમીન વેચવા માટેની ચર્ચાઓ કરતા નજરે ચડી રહ્યા છે એટલે કે સોનાની લગડી જેવી જમીન મેળવી તેના ઉપર બિલ્ડીંગ બનાવી પોતાના પ્રોજેક્ટ બનાવવા માટેની હિલચાલ અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે

રહેણાંક વિસ્તાર હોવાનું જણાવી મનપાય ગોડાઉન ખાલી કરાવ્યા છે

રહેણાંક વિસ્તારમાં વારંવાર આગ લાગતી હોવાનું જણાવીને ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી તેમના ભંગારના ગોડાઉન અહીંથી ડિમોલેશન કરી અન્ય સ્થળે ખસેડવા માટે જણાવવામાં આવ્યું છે અને જેના માટે થોડા દિવસ પહેલા જ 100 થી વધુ ભંગારના ગોડાઉન ઉપર જેસીબી મશીન ચલાવવામાં આવ્યું છે એટલે હાલ તો ડુંગરી ફળિયાના કેટલાક વિસ્તારમાંથી જમીન હો ખાલી પડી ચૂકી છે જેના કારણે આ જમીન ઉપર હવે બિલ્ડરોની નજર પડી હોવાનું જણાય આવે છે

આમ મનપાયે ખાલી કરાવેલી જમીન ઉપર હવે બિલ્ડરોની નજર બગડી છે

રહેણાંક વિસ્તારમાં ખાલી થયેલા ગોડાઉન બાદ ખુલ્લી થયેલી જગ્યા રહેણાંકના નવા બિલ્ડીંગો બનાવવા માટે સંપૂર્ણપણે યોગ્ય છે તેમ જ રહેણાંક વિસ્તાર હોવાથી અનુકૂળ પણ હોવાનું જણાય છે જેના કારણે આ જમીન મેળવવા હવે બિલ્ડરોના દલાલો આંટાફેરા કરી રહ્યા છે તો કેટલાક ભંગારના ગોડાઉન સંચાલકો સાથે જમીન વેચાણના કરારો કરવા માટેની પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે એટલે કે હવે ભંગારના ગોડાઉનના સ્થાને ડુંગળી ફળિયામાં મોટા બિલ્ડિંગો બનશે એવી ચર્ચાઓ ઉઠી રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!