અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ દ્વારા PSP CEP – CUP-2025 ક્રિકેટ ટુર્નામેન્ટ છરવાડા ખાતે યોજાઈ 

0
66

રોયલ રેન્જર ની ટીમનો ભવ્ય વિજય 

અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપની માં PSP પ્રોડક્ટ ની CEP  સફળતા પૂર્વક મેળવ્યા બાદ અવિક ફાર્માસ્યૂટીકલ કંપનીમાં ખુશીનો માહોલ છવાયો છે એની ખુશીમાં અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીના મેનેજમેંટ દ્વારા PSP CEP -CUP ક્રિકેટ  ટુર્નામેન્ટ રમાડવાનું નક્કી કર્યું હતું આથી  PSP –CUP -2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 16/03/2025 રવિવાર ના રોજે છરવાડા ક્રિકેટ ગ્રાઉંડ વાપી ખાતે કરવામાં આવ્યું હતું

જેમાં કંપનીના જુદાં-જુદાં વિભાગમાંથી પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda ના માર્ગદશન હેઠળ ચાર Playing XI ની ટીમ બનાવવામાં આવી હતી જે ટીમના નામ આ પ્રમાણે હતા Team-1 – THUNDER-XI (  કેપ્ટન – Mr. Akshay Buchande ) Team – 2 – Royal Rangers – XI ( કેપ્ટન – Mr. Vimal Patel)  Team – 3  Unity Warriors- ( કેપ્ટન – Mr. Aman Verma ) , Team-4 Shiv Shakti XI ( કેપ્ટન – Mr. Pragnesh Tandel) આ ચારો ટીમના યુવા ખેલાડીઓ તેમજ arrangement committee તારીખ 16/03/2025 રવિવાર ના રોજ સવારે 9.00 વાગ્યે ક્રિકેટ ગ્રાઉંડ ઉપર ભેગા થયા હતા ત્યાર બાદ ક્રિકેટ ગ્રાઉંડ ની પિચ ઉપર Dr.  Abhaykumar Chheda, Arrangement committee અને ચારે ટીમ ના યુવા ખેલાડીઓ લાઇન માં ઊભા રહીને રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યુ હતું

અને સાથે કંપની ના પ્લાન્ટ હેડ દ્વારા ક્રિકેટ ટૂર્નામેંટ ની શરૂઆત કરવામાં આવી હતી ચારે ટીમ ને A,B,C અને D  તરીકે વિભાજિત કરવામાં આવી હતી પ્રથમ મેચ ટીમ- Royal Rangers XI અને ટીમ  THUNDER XI સાથે 6 ઓવરનો મુકાબલો થયો હતો જેમાં ટીમ THUNDER XI ની ટિમ ની જીત થયી હતી બીજી મેચ ટીમ Unity Warriors  અને  Shiv Shakti XI વચ્ચે 6 ઓવરનો મુકાબલો થયો હતો જેમાં Shiv Shakti ટીમ ની જીત થયી હતી ત્રીજી ક્રિકેટ મેચ Unity Warriors  અને Thunder XI  વચ્ચે  મુકાબલો થયો હતો જેમાં Thunder XI ને જીત મળી હતી અને ચોથી ટિમ Royal Rangers અને Shiv Shakti XI વચ્ચે મુકાબલો થયો હતો તેમાં Royal Rangers ને  જીત હાસિલ થયી હતી અને પાંચમી મેચ Unity Warriors અને  Royal Rangers વચ્ચે મુકાબલો થયો હતો તેમાં ટીમ Unity Warriors ટિમ ની જીત થયી હતી અને છઠ્ઠી  મેચ Thunder XI અને  Shiv Shakti XI  જેમાં Thunder XI ની ટીમ જીતી હતી આમ Thunder XI 3 વાર મેચ જીતી હતી અને સીધી ફાઇનલ માં જતી રહી હતી સાથે સાથે બપોરનું ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ જીતેલ ટીમ ના પોઈન્ટ હિસાબે સુપર ઓવર મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમ Royal Rangers ,Unity Warriors અને Shiv Shakti વચ્ચે ચિઠ્ઠી ઉપાડ દ્વારા વિભાજિત  કરવામાં આવી હતી જેમાં ટીમ Shiv Shakti ને બાય મળી સીધો સેમી ફાઇનલ માં જવાનો મોકો મળી ગયો હતો અને ટીમ Royal Rangers અને Unity Warriors વચ્ચે 1 સુપર ઓવર મુકાબલો થયો હતો તેમાં ટિમ Royal Rangers ટિમ ની જીત થયી હતી ત્યાર બાદ મેચ સેમી ફાઇનલ મેચ   Royal Rangers અને Shiv Shakti XI ટીમ વચ્ચે જબરજસ્ત મુકાબલો થયો હતો તેમાં પણ ટીમ Royal Rangers નો વિજય મેળવી ફાઇનલ માં પ્રવેશ કર્યો હતો આ બંને સુપર ઓવર વાડી મેચ ખુબજ રોમાંચક હતી અંતે ફાઇનલ મેચ  Royal Rangers અને Thunder XI વચ્ચે મુકાબલો થયો હતો જેમાં Royal Rangers ટોસ જીતી પ્રથમ બેટિંગ માં ટોટલ 92 ફટકાર્યા હતા જેમાં બે યુવા ખિલાડી મિ. શુશીલ ધોડિ અને મિ. સુનિલ હળપતિ દ્વારા કરવામાં આવ્યા હતા અને ટીમ Thunder XI દ્વારા પણ 67  જેટલા રન કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં પણ ટિમ Royal Rangers નો ભવ્ય વિજય થયો હતો અંતે PSP CEP – CUP Trophy  વિતરણમાં Best Bowler  તરીકે Mr. Krunal Halpati, ને Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યારબાદ Best Batsmen તરીકે Mr. Sushil Dhodi એમને પણ Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ Man of the Series તરીકે Mr Sunil Halpati એ મુખ્ય ભૂમિકા ભજવી હતી જેથી એમેને Man of the Series ની ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા અને Man of the Match તરીકે Mr. Sagar Rathod, Mr. Shushil Dhodi, Mr. Pratik Patel , Mr. Akshay Buchande, Mr. Nishant Patel અને Mr. Ajay Dhodi ઓને Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા સાથે સાથે મહિલા પ્લેયર તરીકે Ms. Snehal Dhodi એ સારો ભાગ ભજવ્યો હતો તેથી એમેને પણ Female Player Trophy આપી સન્માનીત કરવામાં આવી હતી ત્યાર બાદ Runner’s –up તરીકે Thunder XI ટીમ ને Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા અંતે ફાઇનલ વિજેતા તરીકે Royal Rangers ને ખુબજ માન સન્માન થી Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા આ ચારે ટીમે ખુબજ સારી રીતે પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ બધા યુવા ખેલાડીઓ ઉત્સાહભર્યા હતા અને તેઓએ  ચુસ્તપણે ક્રિકેટ ના બધા નિયમોનું પાલન કર્યું હતું આ સાથે બધા યુવા ખેલાડીઓને પ્લાન્ટ હેડ Dr.  Abhaykumar Chheda દ્વારા ખુબજ અભિવાદન આપવામાં આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here