વાંસદા ધરમપુર વાપી રોડ દર વર્ષે ચોમાસા દરમ્યાન ધોવાઈ જાય છે અઢળક ખાડા પડી જાય છે પણ કોઈએ રોડ દુરસ્ત કરાવવાની તકેદારી ન લેતા આખરે એક મહિલા નું મૃત્યુ થયું છે
વાંસદા ધરમપુર વાપી રોડ છેલ્લા કેટલાક સમય થી અત્યંત બિસ્માર બની ગયો છે વિપક્ષના નેતા અને અન્ય સમાજિક અગ્રણીઓ દ્વારા વારંવાર રજૂઆતો આવેદન પત્ર આપી લોકોને પડતી મુશ્કેલી અંગે રજૂઆતો કરી, પરંતુ, ના તો કોઈ અધિકારી ને પડી છે કે, ના તો કોઈ વહીવટી તંત્ર ને, જેના કારણે ગઈ કાલે એક મહિલાએ રોડ ઉપર પડેલા ખાડા ને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.જોકે હવે પછી પણ આ રોડ બનશે કે કેમ ? કે અધિકારી ઓ હજુ પણ અનેક લોકોના મોત ની રાહ જોશે તે જોવું રહ્યું
પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર આંબા તલાટ ઘસારપાડા ખાતે રહેતા ગજરીબેન જીવલુભાઈ બાગુલ ઉ. વ.59 જેઓ ધીરુભાઈ સાથે સ્પેલન્ડર બાઈક નંબર જી જે 15 આર આર 9671 ઉપર સવાર થઈ આવી રહ્યા હતા ત્યારે આંબા તલાટ ઘસાર પાડા ડેરી સામે પડેલા અનેક ખાડા પાસે બાઈક નું બેલેન્સ નહિ જળવાતા ગજરી બેન રોડ ઉપર પટકાતા હાથ અને માથાના ભાગે ઇજાઓ થતાં પ્રથમ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને તે બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ માં લઈ જવાતા તેમનું મોત થયું હતું જે અંગે ખબર ધરમપુર પોલીસ મથકમાં મુકેશભાઈ જીવલુંભાઈ બાગુલે આપી છે
ત્યારે ચોમાસા દરમ્યાન જો રોડ ઉપર પડેલા ખાડા પૂરી દેવામાં આવ્યા હોત તો કદાચ આજે આ મહિલા નો જીવ બચાવી શકાયો હોત પણ..અહી તો પ્રજાની હાલાકી અને દુઃખ જોઈ ને રાજકિય નેતા હોય કે લાગતા વળગતા અધિકારીઓ કોઈ ને દયા સુધ્ધાં આવતી નથી.અહી આજ સાથને જો કોઈ રાજકીય આગેવાન કે સરકારી અધિકારી ના સ્વજનો નો જીવ ગયો હોત તો કદાચ આજે રોડ ઉપર પડેલા ખાડા ને તેઓ ગંભીરતા થી લીધા હોય પણ ..તેઓ ને આવી બાબતો રસ નથી
જો હજુ પણ વાંસદા ધરમપુર વાપી હાઈવે રોડ ઉપર પડેલા ખાડા ઓ પૂરવામાં નહિ આવે તો હજુ પણ અનેક લોકોના જીવ જશે અને એ તમામ ની હાય હાઇવે ના અધિકારીઓ ને નક્કી લાગશે…
સ્થાનિક આગેવાન તરીકે જે રીતે કલ્પેશ પટેલ હોય કે ડો.નિરવ પ્રજાના મહત્વ માં પ્રશ્નો ને વાચા આપી પ્રાથમિક જરૂરીયાત એવા રોડ રસ્તા માટે આવેદન હોય કે આર ટી આઇ કરી પોતાની રીતે પ્રજાના પ્રશ્નો ને વાચા આપી રહ્યા છે
જે ખરેખર બિરદાવવા લાયક છે બાકી આગામી દિવસ માં જો રોડ બાબતે કોઈ કાર્યવાહી નહી થાય તો નક્કી કોઈ મોટું આંદોલન થશે .. એ વાત નક્કી છે.