પત્ની અને ઘરના પશુ બીમાર હોવાથી અંધ શ્રધ્ધામાં આવી રસોઈયા એ વિધિ કરાવી બલી ચઢાવી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસ માં બહાર આવ્યું


બલી ની વિધિ સ્કૂલમાં નહિ પરંતુ નદી કિનારે કરાઈ હોવાનું ખુલ્યું
આજરોજ ધરમપુર પો.સ્ટે.ના નડગધરી ગામમાં ૧૨ મરધા તથા એક બકરાની
અંધશ્રધ્ધામાં આવી બલી ચઢાવવાની હકિકત ધ્યાને આવતા ધરમપુર પોલીસે ગુ.ર.નં.૧૧૨૦૦૦૧૮૨૩૨૧૫૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૨૯, ૧૧૪ તથા પશુટ્ટરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ.૧૧(એલ) મુજબનો ગુન્હો દાખલ કરી પોલીસે આ બાબતે
તપાસ હાથ ધરેલ છે. આ ગુન્હાની તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, ધરમપુર તાલુકાના નડગઘરી ગામ સાદડપાડા ફળીયા તા.ધરમપુર જી.વલસાડ ખાતે રહેતા ગંજુભાઇ ધાકલભાઇ ભોયા નાઓ તેમની પત્ની તથા તેમના ઘરના પશુઓ બીમાર રહેતા હોવાના કારણે અંધશ્રધ્ધામાં આવી તેઓએ તેમના ઘરે બે ભગત બોલાવી પોતાના રહેણાંક મકાને તેમજ
નડગધરી ગામના સીમાળે આવેલ વરસાની ગોઠણી ખનકીના કાંઠે વિધી કરી ૧૨ મરધા તેમજ એક બકરાને કાપેલાનું તપાસ દરમ્યાન જણાય આવેલ છે. આ બાબતે ગામલોકો દ્વારા મળેલ માહીતીના આધારે ગામલોકોની ફરીયાદ લઇઉપરોક્ત મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે અને એક આરોપીને હસ્તગત કરી તપાસ ચાલુ છે. અમુક સમાચાર માધ્યમોમાં આ બનાવ નડગધરી પ્રાથમીક શાળામાં બનેલાનું દર્શાવેલ છે પરંતુ તપાસ દરમ્યાન આવો કોઇ બનાવ નડગધરી ગામની પ્રાથમીક શાળામાં કે શાળાના પરિસરમાં બનેલાનું જણાય આવેલ નથી અને આ બનાવ બાબતે વધુ તપાસ ચાલુ છે.





