કાળી ચૌદશની રાત્રીમાં ભયાનક સ્મશાન માં થઈ વિશેષ તાંત્રિક પૂજા 

On: November 13, 2023 2:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા ધરમપુર અને પારડી માં આવેલા સ્મશાનો માં કાળી ચૌદશની તાંત્રિક પૂજા

તંત્ મંત્ર અને કાળી વિદ્યા માં માનનારી એક વર્ગ આજે પણ હયાત છે અને કોઈ શક્તિ છે કે ભલે અજ્ઞાત હોય લોકોના કામ કરે અને દુખી લોકો આજે પણ આવા તાંત્રિક અને ભગત ભૂવાઓ ને ત્યાં જાય છે.એવી માન્યતા છે કે કાળી ચૌદશ એ  તાંત્રિકો માટે સ્મશાન વિધિ કરવા ની ઉત્તમ રાત્રી છે જ્યાં સામાન્ય રાત્રી દરમ્યાન કોઈ વ્યક્તિ જતા ડરી જતું હોય છે એવા ભયાવહ સ્મશાન માં કાળી ચૌદશની રાત્રી એ તાંત્રિકો અઘોર સાધના કરતા હોય છે તાજેતર માં વીતેલા કાળી ચૌદશની રાત્રી એ વલસાડ તાલુકાના એક ગામ અને કપરાડા તાલુકાના એક ગામ માં નદીના કિનારે આવેલ સ્મશાન નજીકમાં આ સાધના કરાઈ હતી 

માન નદીના કિનારે રાત્રીના અંધકાર માં ભયાવહ શાંતિ ના સાનિધ્યમાં કેટલાક ભગતો તેમના લાવેલા સમાનો પૈકીના કોડિયા 100 પ્રગટાવી અબીલ નો ઉપયોગ કરી ને ત્રિકોણ આકાર એક મંડળ બનાવી તેઓ કેટલીક જગ્યા બાંધી દઈ સ્વંય અંદર બેસી ને મંત્રોચ્ચાર અને વિવિધ જાપો કરે છે 

વીશેસ પૂજા

તેની સાથે સાથે રાત્રીના 12 ના ટકોરે નદીના નજીકમાં આવતા ગેબી આવજો વચ્ચે પહોંચીને સેવ મમરા કે મરઘી નું માસ અર્પણ કરાય છે સાથે જ જાપ વિધિ દરમ્યાન સાથે લાવેલા માળા ઓ અને કેટલાક લીંબુ ઓ ને આડા ઉભા ચિરા કરી ને ચારે દિશામાં ફેંકવામાં આવે છે અને મોડી રાત સુધી ભગતો તેમના બનાવેલા ચક્ર માં બેસી ને મંત્રોચ્ચાર કરે છે જે બાદ 100 દિવડા પ્રજ્વકિત કરી ને નૈવેધ પણ અર્પણ કરે છે ..

નામ ન આપવાની શરતે એક ભગતે જણાવ્યું કે તેઓ છેલ્લા 15 વર્ષ થી દર વર્ષે માન નદી કિનારે આવે છે અને પૂજા વિધિ કરે છે અહીં આવ્યા બાદ પાણી અને સોમરસ દવારા સ્મશાન જાગૃત કરવામાં આવે છે અને રાત્રી દરમ્યાન મંત્રોઉચ્ચારણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે સ્મશાન માં કાળી ચૌદશના રોજ મંત્રજાપ કરવા થી તે સિદ્ધ થાય છે અને તેનો પાવર સમગ્ર વર્ષ દરમ્યાન જળવાઈ રહે છે આ સાથે કેટલીક કાળી વિદ્યા પણ તેઓ ને પ્રાપ્ત થતી હોય છે 

આમ કપરાડા પારડી અને ધરમપુર વિસ્તારમાં આવેલ નદી કિનારે સ્મશાન માં વિશેષ તાંત્રિક પૂજા ઓ નો સિલસિલો યથાવત રહ્યો છે હવે આ માન્યતા ઓ માં કેટલું તથ્ય છે એ તો કહી ન શકાય પણ વર્તમાન સમય માં પણ એક મોટો વર્ગ તાંત્રિકો અને ભગત ભુવા માં માને છે…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!