Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર યાદવે મહિલાઓ અંગે કરેલા વિવાદિત નિવેદનના વલસાડમાં ઘેરા પ્રત્યાઘાત 

On: November 10, 2023 4:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પૂતળા દહન કરાયું

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા .સી.આર પાટીલજી,પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય હેમંતભાઈ કંસારાજીની  આગેવાની હેઠળ વલસાડના આઝાદ ચોક ખાતે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર યાદવ એ વિધાનસભામાં મહિલાઓ અંગે કરેલા વિવાદિત નિવેદનના વિરોધમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પૂતળા દહન કરાયું હતું 

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર યાદવ દ્વારા વિધાનસભા માં તેમના વક્તવ્ય દરમ્યાન મહિલાઓ અંગે કરેલા  અશોભનીય નિવેદન બાદ સમગ્ર દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તેમના નિવેદન અંગે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા નીતિશકુમારના વિવાદિત નિવેદન ના વિરોધમાં વલસાડના આઝાદ ચોક ખાતે નીતીશ કુમારના પૂતળા દહન કરવામાં આવ્યું હતું તેમજ નીતીશકુમાર દ્વારા મહિલાઓ અંગે કરેલા વિવાદિત નિવેદન અંગે તેઓ માફી માંગે તેમજ મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી

     આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ,શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ,વલસાડ મહિલા બાળ સમિતિ ના અધ્યક્ષા શ્રીમતી સોનલબેન સોલંકી,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન પટેલ,વલસાડ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજનાબેન પટેલ,વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ,શહેર મહામંત્રી શ્રી ધર્મીનભાઈ શાહ, ભાજપ મહિલા મોરચા ના જિલ્લા મહામંત્રી શ્રીમતી અલકાબેન દેસાઈ,મહિલા મોરચાની ની બહેનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!