અસંખ્ય અકસ્માતોનો પોઇન્ટ બનનાર છરવાડા ક્રોસિંગ ઉપર અંડરપાસ બ્રિજ ખુલ્લો મુકાતા હાશકારો 

On: August 5, 2023 10:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


7.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે છરવાડા રોડ અંડર પાસ બ્રિજ જે લોકોને હવે પછી ઉપયોગી નીવડશે અને વાપી હાઇવે પર થતા અકસ્માતો ઓછા થશે..

નેશનલ હાઇવે નંબર 48 ઉપર વાપીના છરવાડા ક્રોસિંગ ઉપર છેલ્લા પાંચ વર્ષમાં 400 થી વધુ અકસ્માતો સર્જાઈ ચૂક્યા હતા સરવાળાથી આસોપાલવ રોડ તરફ જતા અનેક લોકો હાઇવે ક્રોસ કરતી વેળાએ અકસ્માતો ભોગ બન્યા છે ત્યારે આ સમગ્ર બાબત અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી અહીં બ્રિજની નીચે ક્રોસિંગ બનાવવાનું નક્કી કરવામાં આવ્યો હતો અને જે ક્રોસિંગ સતત ત્રણ વર્ષ બાદ આજે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે જેના કારણે હવે આ ક્રોસિંગ ઉપરથી મોટાભાગનો ટ્રાફિક પૂર્વથી પશ્ચિમ તરફ જઈ શકશે જ્યારે ગુંજન ચાર રસ્તા નું ટ્રાફિકનું ભારણ ઘટશે એવી આશા દેખાઈ રહી છે

છરવાડા ક્રોસિંગ પાસે  અંડર બ્રિજ નું આજે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે તેમની સાથે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના અનેક મહાનુભવો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ અંડર બ્રિજનું ઓપનિંગ થતાં પૂર્વથી પશ્ચિમ તરફ જનારા લોકો માટે આ અંડર બ્રિજ મહત્વનો સાબિત થશે અને બ્રિજ નીચે જે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી તેમાં લોકોને રાહત મળશે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!