
વલસાડ જિલ્લા ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ પટેલ દ્વારા આદિવાસી સમાજ ની બે દીકરીઓ સાથે સુરતમાં બનેલી ઘટનાઓને વકોડી કાઢી આ ઘટનામાં દોષિતો સામે કાયદાકીય રીતે કાર્યવાહી થાય તે માટે ધરમપુર પ્રાંત અધિકારી મારફતે ગૃહ મંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં સુરતમાં બનેલી આદિવાસી દીકરીઓ સાથેની ઘટનાનો ઉલ્લેખ કરી આ ઘટનામાં પોલીસ પણ શંકા ના ડાયરામાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક તરફ જ્યાં સરકાર બેટી બચાવો બેટી પઢાવો ની વાત કરી રહી છે ત્યાં યુવતીઓ અને બાળકીઓની સુરક્ષા સામે આવી ઘટનાઓ સુરક્ષા પ્રશ્ને અનેક સવાલો ઊભા કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનામાં દોષિતો સામે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ કરી છે નહીં તો આગામી દિવસમાં આદિવાસી સમાજ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી આદિવાસી સમાજની દીકરી સાથે બનેલી ઘટનામાં ન્યાય માટે ઉગ્ર આંદોલન પણ કરી શકે તેમ છે





