પીવાના પાણીની સમસ્યાને કારણે સ્કૂલો નો સમય બદલાવી દેવાયો ?

વલસાડ જિલ્લામાં સૌથી વધારે પીવાના પાણીની સમસ્યા હોય તો કપરાડા અને ધરમપુર તાલુકામાં માર્ચ 25 બાદ પાણીનો પોકાર શરૂ થઈ જાય છે અને આ વર્ષે પણ આજ સમસ્યા ઉદભવી છે ત્યારે સ્કૂલોમાં બાળકોને સમસ્યા ન નડે તે માટે સ્કૂલોનો સમય બદલી ને સવાર ની પાળી કરી દેવામાં આવી છે જે માટે શિક્ષણ અધિકારીએ તાલુકા શિક્ષણ અધિકારીને લખેલા પત્રોમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે અહીં સવાલ એ છે કે જો 100 ટકા અસ્ટોલ યોજના ની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તો પાણી ની બુમરામણ પડે કેવી રીતે ?
586 કરોડ ની અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના 100 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે પણ શું ખરેખર હજી દરેકના ઘર ઘર પાણી આવ્યું ,વાસમો વિભાગ દ્વારા નલસે જલ અંતર્ગત દરેક ઘરે નળ લગાવવા ની વાત કરવામાં આવી પણ અનેક ગામોમાં સ્થિતિ આજે એવી બની છે કે પાઇપો નાખી જવાયા પણ પાણીના કનેક્શન નથી અપાયા તો કેટલાક ગામોના લોકોને તો ખબર જ નથી કે તેમના ગામ માં નલ સે જલ યોજનાનું કામ પૂર્ણ થઈ ગયું જેવી ચર્ચા છે .વળી પાણી પુરવઠા વિભાગની નલ સે જલ યોજના ની તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે એમ છે અને આજ સમસ્યા ને કારણે રાજકારણી ઓ મંચ અને માઇક ઉપર થી જે પાણી ઘરે ઘરે મળી રહ્યું હોવાનો દાવો કરે છે તે માત્ર અસ્ટોલ યોજનાનું પાણી કેટલાક ગામ માં પહોંચ્યું છે તે પ્રથમ સ્થળ તપાસ કરે બાકી જો અસ્ટોલ યોજના નું પાણી સમયસર અને દરેક સ્થળે મળતું હોત તો પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલની પાણીની સમસ્યા માટે સ્કૂલની પાળી બદલવાની ફરજ ન પડી હોત આમ સમસ્યા દુર કરવાને સ્થાને તેના થી બચવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલનો સમય બદલી દેવાયો હોવાની ચર્ચા શિક્ષણ વિદો કરી રહ્યા છે





