
વલસાડ જીલ્લામાં ચુંટણી જંગ જામી રહ્યો છે ત્યારે દર બીજા દિવસે રાજકીય ગતિવિધિ તેજ થઇ રહી છે ત્યારે આજે આમ આદમી પાર્ટીમાં બિરસા મુંડા મોરચામાં ઉપાધ્યક્ષ પદ ઉપરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

તેમણે ગોપાલ ઈટાલીયા ને સંબોધીને આપેલા રાજીનામાંમાં કારણ જણાવ્યું હતું કે પાર્ટી એ ધરમપુરમાં ચુંટણી ઉમેદવારને ટીકીટ વહેચણી કરતી વખતે તેમણે પાર્ટી એ વિશ્વાસમાં લેવામાં ના આવ્યા હોય તેમણે પદ ઉપર થી રાજીનામું આપ્યું છે જોકે હવે આગામી દિવસમાં તેઓ કઈ પાર્ટી ને અને ક્યાં ઉમેદવારને સહયોગ કરશે તે અંગે અનેક પ્રશ્નો અને ચર્ચાઓ એ જોર પકડ્યું છે





