
ચોમાસા દરમ્યાન પડેલા રોડ ઉપરના ખાડા પૂરવા માટે કોન્ટ્રાકટર દ્વારા રોડ ઉપર મેટલ પાથરી દેવામાં આવી અને હવે રોડ બનશે મજૂરી મળી ગઈ હોવાની લોલીપોપ રાજકીય નેતાઓ લોકોને આપી રહ્યા છે સ્થળ ઉપર વાસ્તવિક સ્થિતિ બાવાના બેવ બગડ્યા જેવી છે
ચોમાસા સમયે પરિયા અંબાચ પંડોર મુખ્ય માર્ગ ઉપર મોટા તળાવ જેવા ખાડા પડી ગયા હતા પરંતુ કોઈ એ દરકાર લીધી નહિ અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા જે બાદ ક્યાંક તંત્ર ને મોડે મોડે બ્રહ્મજ્ઞાન થયું અને ખાડા પુરવા મેટલો પાથરી ત્યારે લોકોને આશા બંધાઈ હતી કે મેટલ પાથરી છે તો હવે રોડ નું મરમરત કાર્ય સુપેરે પાર પડશે પણ થયું કૈક ઊલટું સ્થિતિ એટલી વિપરીત થઈ ગઈ કે રોડ ઉપર પાથરેલી મેટલ તો સાઈડ ઉપર થઈ ગઈ અને એની ઉપર નાખવામાં આવેલ ઝીણી રેતીઅને ધૂળ એટલી હદે ઉડી રહી છે કે વાહન ચાલકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે કેટલાક વાહન ચાલકોને રોજિંદા અહીં થી પસાર થતા ધૂળની એલર્જીની બીમારી વધી ગઈ છે
મહત્વનું છે કે બગવાડા ટોલ ટેક્સ બચાવવા માટે વાપી જી આઈ ડી સી માં જતા સુરત થી આવતા ભારે વાહનો ડમ્પરો આ માર્ગ નો ઉપયોગ કરતા થઈ ગયા છે જેના કારણે રોડની બન્ને તરફ દુકાનો ધરાવતા દુકાનદારો ની હાલત કફોડી છે રોજિંદા સવાર સાંજ સાફ સફાઈ દરમ્યાન 500 ગ્રામ થી વધુ ધૂળ નો ઢગલો તેમના દુકાનો માંથી નીકળી રહ્યો છે
ત્યારે સામાન્ય બાઈક ચાલકો જો કોઈ ચાર ચક્રી વાહનો કે ટ્રક ટેમ્પો પાછળ નીકળે તો તેમના કપડાં પણ ધૂળ ની ડમરીઓ થી દૂષિત થઈ રહ્યા છે ત્યારે રાજકારણીઓ ને સામાન્ય જન ની સમસ્યા ઉડીને તેમના નયન પટલ ઉપર અંકિત થતી નથી ત્યારે સામી ચૂંટણી એ જો આ રોડનું સમારકામ નહીં થાય તો લોકો ચૂંટણી નો બહિષ્કાર કરશે એવી ચર્ચા ઓ ઉઠી રહી છે





