સંત આશારામ અને નારાયણ સાંઈને સન્માન પૂર્વક છોડવા નહિ આવે તો કચ્છ થી વાપી સુધીના સાધકો 2022-23ની ચૂંટણીનો બહિષ્કાર કરશે ની પત્રિકા સોસીયલ મીડિયામાં વાઇરલ

On: September 27, 2022 3:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર કપરાડા વિસ્તારના સોસીયલ મીડિયામાં સંત આશારામ બાપુના સાધકોને અપીલ કરતી એક પત્રિકા ફરતી થઈ છે જો આશારામ બાપુ અને નારાયણ સાઈ ને કારાગારમાંથી મુક્ત નહિ કરે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે જે પત્રિકા હાલ પારડી કપરાડા ધરમપુર ના સાધકોમાં આંતરિક રીતે ફરતી થતા ચકચાર મચી ગઇ છે 

ચૂંટણી નજીક આવતા દરેક વિભાગ વિવિધ માંગો ને લઈને આંદોલન કરી પોતાની માંગ પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે તો કેટલાક ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમય થી આશારામ બાપુ અને નરાયણ સાઈ જેલ માં છે જેને બહાર લાવવા માટે તેમના સાધકોમાં માંગ ઉઠી હોય એવી કથિત પેપ્લેટ સોસીયલ મીડિયામાં ફરતી થઈ છે જોકે આ પત્રિકા કોણે વાઇરલ કરી એ તપાસનો વિષય છે વળી આ કોઈ સાધક દ્વારા વાઇરલ કરાઈ કે કેમ તે પણ હજુ સુધી ચોક્કસ કહી શકાય એમ નથી પરંતુ પત્રિકા વાઇરલ થતા એક વાત સ્પષ્ટ થઈ છે કે આશારામ ભક્તો અને સાધકો માં બાપુને જેલ માંથી છોડાવવા માટે ચૂંટણી પૂર્વે સોસીયલ મીડિયા થકી કોઈ મુહિમ ચાલી રહી છે જે ચૂંટણીમાં મતદાન ઉપર અસર કરી શકે એમ છે 

હવે આ પત્રિકામાં કેટલી સચ્ચાઈ છે એ તો પોલીસ તપાસ કરશે તો બહાર આવે એમ છે બાકી આશારામ બાપુના સાધકોની સંખ્યા સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટા પાયે છે ત્યારે ચૂંટણી ટાણે જ બહિષ્કાર કરવા અંગે ની પત્રિકા ફરતી થતા હાલ તો ચકચાર મચી ગઇ છે 

(નોંધ :-ખબરદાર વેબ પત્રિકા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી વાઇરલ પત્રિકા)

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!