Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

On: August 6, 2022 4:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રામાયણ અને મહાભારત ટીવી સિરિયલના નિર્માતાના પ્રતિનિધિઓ સહિત કુલ 9ને એવોર્ડથી નવાજ્યા

વ્યાસ એવોર્ડ સ્વીકારતા પૂજ્ય શરદભાઈ વ્યાસ

પૂ. મોરારીબાપુ દ્વારા દર વર્ષે રામચરિત માનસ શ્રીમદ ભાગવતજી તથા વાલ્મિકી રામાયણના વિદ્વાનો અને આ ક્ષેત્રમાં સેવા પ્રદાન કરનાર સંસ્થાઓની વિશિષ્ટ રીતે વંદના કરવા તુલસી એવોર્ડ, વ્યાસ અને વાલ્મિકી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં ધરમપુરના ભગવતાચાર્ય શરદભાઈ વ્યાસને પણ આ “વ્યાસ એવોર્ડ”થી નવાજવામાં આવતા ધરમપુર અને આસપાસના પંથકમાં ખુશીની લાગણી ફરી વળી હતી.

પૂજ્ય મોરારી બાપુના હસ્તે સન્માન

એવોર્ડ સમારંભમાં પુ. મોરારીબાપુએ જણાવ્યું કે, આ ત્રિભુવન ગ્રંથનું જે વિદ્વાનો પોતાના મુખથી ગાયન કરી રહ્યાં છે તે બધાં જ મહંતજનોની ‘પાદુકા અભિષેક’ કરવાનું ખૂબ ગમે છે. આ એવોર્ડ ઉપક્રમ તે માત્ર એક કડીરૂપ માધ્યમ છે. પરંતુ વાસ્તવમાં આપ સૌની વંદના અંદરથી ઊર્જાના ભાવો પ્રગટ કરે છે. “શાયરી તો સિર્ફ બહાના હૈ અસલી મકસદ તો આપકો રીજાના હૈ” તલગાજરડા ઇચ્છે છે કે આ ભૂમિ પર આ ઉપક્રમ સતત પ્રજવલિત રહે.

પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસે એવોર્ડ મળ્યા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આ સન્માન  દીર્ઘકાલીન ભાગવતજીની સેવા અને પૂજ્ય મોરારીબાપુની પ્રેમસભર લાગણીનુ પરિણામ છે. મારા આ એવોર્ડનો સંપૂર્ણ શ્રેય ભગવાન વેદ વ્યાસજીને જાય છે.

આ એવોર્ડ પ્રાપ્ત કરનાર મહાનુભાવને સૂત્રમાલા, પ્રશસ્તિપત્ર અને સવા લાખ રૂપિયાની ભાવરાશિથી ભાવવંદના કરવામાં આવે છે. આવાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન કરનાર 9 મહાનુભાવોને પસંદ કરીને તેની વંદના મોરારીબાપુના સાનિધ્યમાં કૈલાશ ગુરુકુળ મહુવાના જગતગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદ સભાગૃહમાં કરવામાં આવી. જ્યાં ધાર્મિક અને આધ્યાત્મિક જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

એવોર્ડ પ્રાપ્ત કરનારાં વિદ્વાનો

વાલ્મીકિ એવોર્ડઃ પૂ.જગદગુરુ શ્રી રાઘવાચાર્યજી મહારાજ (અયોધ્યા), શ્રી વિજયશંકર દેવશંકર દયાશંકર પંડ્યા (અમદાવાદ), રામાયણ સીરીયલના નિર્માતા સ્વ.રામાનંદ સાગરને અપાયેલો એવોર્ડ તેમના પુત્ર શ્રી પ્રેમસાગરે સ્વીકાર્યો. 

વ્યાસ એવોર્ડઃ ભાગવતાચાર્ય પૂ. શરદભાઈ વ્યાસ (ધરમપુર), આચાર્ય ગોસ્વામી શ્રી મૃદુલ કૃષ્ણજી મહારાજ (વૃંદાવન)ના પ્રતિનિધિ ઉમાશંકરજીને તથા મહાભારત સીરીયલના નિર્માતા શ્રી બી. આર. ચોપરાનો એવોર્ડ તેના પ્રતિનિધિ સુશ્રી પ્રીતિબેન વખારીયાએ સ્વીકાર્યો.

તુલસી એવોર્ડઃ  સુશ્રી રામબેન હરિયાણી (જયપુર), શ્રી મુરલીધરજી મહારાજ (ઓમકારેશ્વર) અને મહંત શ્રી રામ હૃદયદાસજી  (ચિત્રકૂટ ધામ સતના મધ્યપ્રદેશ)ની ભાવવંદના થઈ હતી. 


Add

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!