દાનહ-દમણ-દીવમાં એસસી એસટી વિદ્યાર્થીઓને નવા સત્રથી મળે ફ્રી-શિપ કાર્ડની સુવિધા : ગુલાબ રોહિત

On: April 19, 2022 10:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કલેક્ટર અને શિક્ષણ સચિવને કરી રજુઆત

સેલવાસ દાનહ ભાજપ એસસી મોર્ચાનાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતએ દાનહ- દમણ-દીવમાં એસસી-એસટી પોસ્ટ મૈટ્રિક સ્કૉલરશિપનાં ફ્રી-શિપ કાર્ડ સુવિધા શરૂ કરવાની માંગ કરી છે. એસટી બાહુલ્ય દાનહનાં કલેકટરને લખેલ પત્રમાં અને શિક્ષણ સચિવને મોકલાવેલ પત્રની નકલમાં ભાજપ નેતા ગુલાબ રોહિતએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે ૨૦૨૦-૨૦૨૧ માં ફ્રી-શિપ કાર્ડ શરૂ કરેલ છે. ફ્રી-શિપ કાર્ડ ધારક એસસી-એસટી વિદ્યાર્થી કોઈ પણ ફીસ ભર્યા વગર સરકારી અને બિનસરકારી સ્કૂલો/ કૉલેજો / યુનિવર્સિટીઓમાં મફત એડમીશન લઈ શકે છે. એડમીશન થઈ ગયાં હોય તો બધી ફી પરત પાવી શકશે. દાનહ-દમણ-દીવમાં ધણાં પ્રતિભાશાળી એસસી-એસટી વિદ્યાર્થીઓ પૈસાના અભાવે સારા સ્કૂલો/કૉલેજો / યુનિવર્સિટીઓમાં ભણવા વગર રહી જાય છે. એવા ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને ફ્રી-શિપ કાર્ડની સુવિધા મળે તો સારી ઉચ્ચ શિક્ષા મેળવી ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. પડોશી રાજ્ય ગુજરાતમાં પણ ફ્રી-શિપ કાર્ડની સુવિધા એસસી-એસટી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ છે. ભાજપ નેતા ગુલાબ રોહિતએ એસસી-એસટી વિદ્યાર્થીઓનાં હિતમાં આવતાં સત્રથી ફ્રી-શિપ કાર્ડની સુવિધા શરૂ કરવાની સાથે મેડિકલ, પૈરામેડિકલ,નર્સિંગ, ઇંજીનિયરિંગ, મૈનેજમેંટ કૉલેજો, યુનિવર્સિટીઓમાં એસસી વર્ગનાં સીટો વધારવા, એસસી-એસટી-આર્થિક પછાત વિદ્યાર્થીઓને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા કોચિંગ ક્લાસેજની સુવિધા શરૂ કરવાની વિનંતી કરે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!