
વાપી નજીકમાં આવેલા કરાયા ગામે આવેલા સંકટ મોચન હનુમાનજી મંદિરે હનુમાન જયંતી ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે થી જ મંદિરે સાજ શણગાર કરવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા વિશેષ પૂજન માટે ની તૈયારી કરવામાં આવી હતી સવારે ૧૦ વાગ્યા થી ભગવાન સત્યનારાયણ ની કથા તેમજ તે બાદ મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ગામ ના સ્થાનિક ભાઈ બેહનો જોડાયા હતા બપોરે આરતી બાદ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં લોકો એ મહા પ્રસાદ નો લાભ લીધો હતો દર વર્ષે સ્થાનિકો દ્વારા મંદિર નો પાટોત્સવ અને હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવે છે





