રાજકોટના મહેસૂલ કર્મચારીઓ કાલે માસ સી. એલ. પર

On: March 3, 2022 7:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

રાજકોટ, તા.૩ માર્ચ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મહેસૂલ કર્મચારીઓ સાથે કરેલા ગેર વર્તનના વિરોધમાં આવતીકાલ તા. 4ના રોજ રાજકોટના મહેસૂલ કર્મચારીઓ માસ સી. એલ. પર ઉતરી જવાના છે.

રાજકોટ જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળે ગત તા. 24ના રોજ કલેકટરને આવેદન આપીને સાંસદના અશોભનીય વર્તન સામે નારાજગી દાખવી હતી અને ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારી મંડળે સાંસદ પાસેથી લેખિત માફીનો આગ્રહ રાખ્યો હતો. આ વિવાદ હવે આગળ ધપી રહ્યો છે, જેમાં આજે varg- ૩ મહેસૂલ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી અને કાલે – શુક્રવારે રાજકોટ શહેર જિલ્લામાં વર્ગ- ૩ મહેસૂલ કર્મચારીઓ સામૂહિક રીતે રજા પર ઉતરી જવાના છે. આના લીધે કાલે તમામ મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેકટર કચેરીમાં વહીવટી કાર્યો ખોરંભે પડશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!