માતા અને નવજાત બાળક બંને સ્વસ્થ બનતા બંનેને હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાયા છે

વલસાડ જિલ્લા ના વાપી તાલુકા ના કોચરવા વડિયાવાડ પાસે ની મહિલા અનીશાબેન યાદવ ઉમર 25વર્ષ ને તા.29/1/2026 ના રોજ સવારે
8:05 વાગ્યે પસૂતી ની પીડા ઉપડી હતી. જે તી તેને હોસ્પિટલ ખસેડવા માટે વલસાડ જિલ્લા ની વાપી તાલુકા કોચરવા વડિયાવાડ 108 એમ્બ્યુલન્સ ને બોલાવાઈ હતી. જે બાદ છીરી ની 108ના ટીમે કોચરવા હૂંડિયાવાડ પર આવી અને તરત જ મહિલા ને લઈ જવા માટે ગયા એમને તરત જ ઝોલી સ્ટેચર લઇ એમ્બ્યુલન્સ સુધી પહોંચી
બેસાડી બાદ તરત જ હોસ્પિટલ તરફ એમ્બ્યુલન્સ હંકારી અમને ખુબજ પ્રસુતિ નો દુખાવો થતા રસ્તા માં ખુબજ પ્રસુતિ પીડા થતાં ગુંજન પાસે એમ્બ્યુલન્સ સાઇડ ઊભી રાખી અને ત્યાં જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી.આ દમિયાન એમની માહિતી લેતા ખબર પડી કે અમને ત્રીજી ડિલીવરી હોવાનું જણાવ્યું હતું. ઇ. એમ.ટી જાનકી લાડ અને પાયલોટ જયદીપ મુનિયા એમ્બ્યુલન્સ ને ત્યાં જ રોકી અને ઇ. એમ. ટી એ સગર્ભા ને તપાસ કરતા જાણ્યું કે ડિલિવરી એમ્બ્યુલન્સ માં જ કરાવી પડશે. અને જેથી તરત જ બાળક નું માથું આવ્યુ. અને બાળક ડિલિવર થઈ ગયું.અને માતા નો પણ જીવ બચી ગયો તેથી અનિશાબેન ના પરિવાર ના સભ્યો ખુશ થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ ના કર્મચારી ઇ.એમ . ટી અને પાયલોટ નો આભાર માન્યો હતો આ નોર્મલ ડિલિવરી બાદ
અનિશાબેન ને ડોકટર સાલુ ના કહેવાથી જરૂરી એવા ઈન્જેકશન, બોટલ અને ઓક્સિજન આપી અને બાળક ને બેબી વોમ કરી કાગરું મધર્સ કેર આપી માતા અનિશાબેન ને પેસન્ટા ડિલિવરી કરાવી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ વાપી ખસેડયા.






