સર્પદંશનો ભોગ બનેલી મહિલાને કપરાડા-૧ 108 ની ટીમે નવજીવન બક્ષ્યું

On: May 25, 2025 11:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડાના અસ્ટોલ ગામે રહેતી લક્ષ્મીબેન સાંજે ખેતરમાં કામ કરી ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન કોઈક ઝેરી સાપે લક્ષ્મીબેનના ડાબા પગમાં ડંખ મારી દીધો હતો પરંતુ તેમને ખબર ન પડતાં બીજા દિવસે સવારે મોંઢા માંથી લોહી નીકળવા લાગ્યું હતું તે જોઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો અને તરત જ 108 ને કોલ કર્યો હતો. તાત્કાલિક નજીકમાં રહેલી kaprada-૧ લોકેશનની 108ની ટીમ ઈ.એમ. ટી. મમતા ગાંવિત અને પાયલોટ જયમીન પટેલ જણાવેલ સ્થળ ઉપર પહોંચે છે અને જુએ તો સાપના ઝેરને પરિણામે પરિસ્થિતિની ગંભીરતા જોતાં એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા દર્દીને તાત્કાલિક અંબુલેન્સમાં લઈને સારવાર આપવાની શરૂઆત કરાઈ. જરૂરી વાઈટલ ચેક કરીને પગ હલન ચલન ન થાય તે માટે splinting કરીને ઈ.એમ.ટી. મમતાબેને ઈ. આર. સી. પી.  Dr. રામાણી સર અને Dr. પરમાર સાહેબ ની સલાહ મુજબ ઈન્જેકશન એ. એસ. વી. અને બીજા જરૂરી ઈન્જેકશન આપીને વ્યક્તિ નો જીવ બચાવે છે. પરિણામે લક્ષ્મીબેનની હાલતમાં સુધારો આવે છે. ત્યાર બાદ દર્દીને વધુ સારવાર માટે શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર ખસેડવામાં આવેલ છે.

આમ ૧૦૮ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી યોગ્ય સારવાર આપતાં દર્દી ને સલામત રીતે હોસ્પિટલ પહોચાડે છે. આમ પરિવારના સભ્ય આભાર વ્યક્ત કરે છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!