આર. કે.દેસાઈ કોલેજ પરિવાર  દ્વારા “રક્ત દાન” શિબિરનું સફળતા પૂર્વક આયોજન

On: February 3, 2025 12:27 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના આદ્ય સ્થાપક સ્વ શ્રી રમણલાલ કુંવરજી દેસાઈની 94th જન્મ તિથિ નિમિત્તે સમાજ ઉપયોગી કાર્યના હેતુ સર “રક્ત દાન”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.”રક્તદાન થી એક નવું જીવન” તથા “રક્તદાન એ મહાદાન” આ વિચારોને પ્રત્યક્ષ કાર્યાન્વિત કરવા માટે આર.કે.દેસાઈ શૈક્ષણિક સંકુલ વર્ષ ૨૦૦૫ થી દર વર્ષે ૩ ફેબ્રઆરીના રોજ વિદ્યાર્થીઓ તથા સમાજના  લોકોમાં રક્ત દાન અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. આ રક્ત દાન શિબિર વાપીની લાયન્સ બ્લડ સેન્ટરની સહકાર થી આયોજિત થઈ હતી. રક્ત દાન શિબિરમાં કોલેજના પ્રાધ્યાપકો 

 ,વિદ્યાર્થીઓ, વાપી વિસ્તારના અગ્રણી દાતાઓ દ્રારા ૬૫ બોટલ રક્ત દાન કરવામાં આવ્યું હતું.સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ,  આચાર્યો, મહેમાન શ્રીઓ દ્વારા રક્ત દાતાઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મુખ્ય મહેમાન તરીકે ફાયનાન્સ, એનર્જી અને પેટ્રોકેમિકલ ના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ કલેકટર શ્રી નૈમેશ દવે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે  ચેરમેન શ્રી મિલન દેસાઈ અને કમલ દેસાઈએ મુખ્ય અતિથિને શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું . કાર્યક્રમનું સંચાલન  ડો.પ્રિન્સી ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના અંતે ચેરમેન શ્રી મિલન દેસાઈ, શ્રી  કમલ દેસાઈ, ધર્માંગ દેસાઈ, અમિત દેસાઈ, કેમ્પસ ડાઇરેક્ટર ડો મિત્તલ શાહ , કોલેજના આચાર્યો ડો પ્રિતિ ચૌહાણ, ડો શીતલ ગાંધી, પ્રો. સુરભી ચૌધરી તથા કોલેજ પરિવારે રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!