૧૦૮ માં કર્મચારીએ ઇજાગ્રસ્ત પાસે થી મળેલા રોકડ રૂપિયા 76000 અને મોબાઈલ ફોન પરત કર્યા

આજ સાંજે વાંસદા ધરમપુર રોડ આંબા તલાત ત્રણ રસ્તા બાઈક ચાલક ને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ વાંસદા અંકલાશ લોકેશનની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. એમ્બ્યુલન્સ સ્ટાફની ઝડપથી પ્રાપ્ત થયેલી સેવા અને તત્પરતાના કારણે મોટી દુર્ઘટનામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ અકસ્માતમાં બાઈક ચાલક ભરતભાઈ કાશીનાથ ભાઈ ગાંવિત ને માથા પર ગંભીર ઇજા થઈ હતી.108 માં ફરજ બજવતા EMT હંશાબેન તુરંત સ્થળ પર જ તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપ્યા બાદ દર્દીને નજીકની હોસ્પિટલમાં સલામત રીતે ખસેડવામાં આવિયા હતા.
ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ સ્ટાફે માત્ર તાત્કાલિક સારવાર જ નહીં પણ ઉત્તમ ઇમાનદારીનું પ્રદર્શન પણ કર્યું. સ્થળ પરથી EMT હંશાબેન pilot ઝવેરભાઈ મળેલ વસ્તુ જેમ કે
1. રોકડ રૂપિયા 76000
2. બે મોબાઇલ ફોન
3.એમનું વોલેટ
ટોટલ અંદાજિત 76000 જેટલા રોકડ તથા 2 મોબાઈલ ફોન અને એમનું વોલેટ મળી આવેલ છે તે તેમના સગા સંબંધી ને પરત કરેલ છે…જેના પુરાવા ખાતીર ફોટા કેપચર કરેલ છે
E.m.t.હંસાબેન
Pilot ઝવેરભાઈ
આ તમામ વસ્તુઓની કુલ કિંમત લગભગ 1.25 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. EMT હંશાબેન અને પાઇલોટ ઝવેરભાઈ એ આ રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન અને વોલેટ શોધીને તત્કાલ દર્દીના સગા સંબંધી નિર્મલ ભાઇ ને સોંપી દીધા, જે એક ઉદારતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ મહત્ત્વના પગલાં અને 108 એમ્બ્યુલન્સ સ્ટાફની નિષ્ઠા અને પારદર્શકતાને સ્થાનિક લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. આવી ઘટનાઓ 108 એમ્બ્યુલન્સની સેવાની પ્રતિબદ્ધતા અને કાયદેસર ફરજ માટેની સમર્પિતતાનું જીવંત ઉદાહરણ છે.





