ઉત્રાણથી ભેસ્તાન સુધી રેલવે લાઇનને અડીને આવેલા દબાણો દુર કરવાનું શરૃ

On: February 8, 2022 10:00 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

-અગાઉ
ઉધના સુરત વચ્ચેના
1000 અને બે અઠવાડિયાની નોટિલ અપાયા બાદ 2546 દબાણો દૂર
કરાયાં હતાં

સુરત        

રેલવે
લાઇનને અડીને આવેલા ઉત્રાણથી ભેસ્તાન સુધીના વિસ્તારમાંના વિવિધ ગેરકાયદે દબાણો
દૂર કરવાની ઝુંબેશ આજથી ફરી શરૃ થઇ છે. અગાઉ રેલવે તંત્રએ બે વખત ઝુંબેશ હાથ ધરીને
અંદાજે
3500થી વધુ  દબાણો દૂર કરાવ્યાં હતાં

સુરત જિલ્લાના
ભેસ્તાનથી ઉતરાણ વચ્ચે ૩ દિવસના સમયગાળા માટે ગેરકાયદે હટાવવાની કામગીરી સર્વોચ્ચ અદાલતના
આદેશ અને નિર્દેશોના અનુસંધાનમાં એન્જિનિયરિંગ
, જીઆરપી અને આરપીએફના સ્ટાફની ઉપસ્થિતિ વચ્ચે
ફરી એક વખત શરૃ કરવામાં આવી હતી.પોકલેન
, જેસીબી અને ડમ્પરની મદદથી
ઉધના-ઉતરાણ પશ્ચિમ બાજુના અંદાજે
900 જેટલાં ગેરકાયદે દૂર કરવાનું
શરૃ કરાયું હતું.  તા.
9મીએ સુરત-ઉધના પશ્ચિમ બાજુના અંદાજે 750 તથા તા.10 મીના રોજ ઉધના-ભેસ્તાન પૂર્વ અને પશ્ચિમ બાજુના અંદાજે 850 દબાણો દૂર કરવાનું આયોજન છે.

ઉલ્લેખનીય
છે કે આ અગાઉ તા.
24 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા યથાસ્થિતિ મંજૂર ન થાય ત્યાં સુધી ઉધના
સુરત પૂર્વ બાજુ વચ્ચેના
1000 અને તા. ૪થી જાન્યુઆરીના રોજ સુપ્રિમ
કોર્ટના નિર્દેશ મુજબ દબાણ કરનારાઓને બે અઠવાડિયાની નોટિસ આપ્યા બાદ ઉધના સુરત પૂર્વ
બાજુના
2546 (828 કબજે કરેલ અને 1718 આંશિક રીતે) દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!