Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર વનરાજ કોલેજના 50 થી વધુ વિધાર્થી સ્કોલરશિપ મુદ્દે મામલતદાર કચેરી એ ધરાણા પર

On: May 1, 2023 9:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

*1300 વિદ્યાર્થીને નથી મળી છેલ્લા કેટલાક સમય થી સ્કોલરશિપ

*અનેક સ્થળે રજુઆત કરી થાકેલા વિધાર્થી ધરાણા પર ઉતર્યા

ધરમપુર મામલતદાર કચેરી સામે 50થી વધુ વનરાજ કોલેજના વિદ્યાર્થીઓ આજે એક દિવસે ધરણા પ્રદર્શન માટે ઉતર્યા હતા વહેલી સવારે 11 વાગ્યે કચેરીની સામે વિદ્યાર્થીઓ એકત્ર થઈ તેમની શિષ્યવૃતિ ન મળવાને લઈને ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા જેને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી

ધરમપુર ખાતે આવેલી વનરાજ કોલેજના 1300 થી વધુ વિદ્યાર્થીઓને તેમનો સમગ્ર વર્ષ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજુ સુધી શિષ્યવૃતિ તેમના ખાતામાં જમા થતા અનેક વિદ્યાર્થીઓએ અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી તો પાંચ દિવસ પૂર્વે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે પણ આવેદનપત્ર આપી તેમના ખાતામાં શિષ્યવૃતિ જમા થાય તે માટેની માંગ કરી અને જો જમા ન થાય તો ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ પાંચ દિવસ પૂર્ણ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે 50થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકત્ર થઈ મામલતદાર કચેરીની સામે બેસી ગયા હતા જોકે બાદમાં ધરમપુરના મામલતદાર શ્રી ફ્રાન્સિસ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શિષ્યવૃત્તિની રકમ જમા કરાવવામાં આવે છે અને સમગ્ર ગુજરાત ભરમાં હાલમાં કેટલાક સ્થળોએ શિષ્યવૃત્તિની રકમ જમા થઈ નથી જેના કારણે વિદ્યાર્થીઓને આ મુશ્કેલી ભોગવી પડી રહી છે ત્યારે તેમના દ્વારા આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જે બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો

આદિજાતિ વિકાસ વિભાગમાં અનેક વિકાસલક્ષી કામગીરી માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે પરંતુ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે શિષ્યવૃત્તિની રકમ જમા કરાવવા માટે કેમ અખાડા થઈ રહ્યા છે તે સમગ્ર બાબત તપાસનો વિષય છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ હજુ પણ શિષ્યવૃતિથી વંચિત બની રહ્યા છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!