જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક સોની વેપારીનો ઝેરી દવા પી લઇ આપઘાત

On: March 22, 2022 7:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પોતાના ધંધામાં દેવું વધી જતાં તેની ચિંતાના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો

જામનગર, તા.22 માર્ચ 2021,મંગળવાર 

જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર-7 માં રાજપથ એપાર્ટમેન્ટની સામે કેવિન ટેનામેન્ટમાં રહેતા એક સોની વેપારીએ પોતાના પર દેવું વધી જતાં કરજના ટેન્શનમાં ઝેરી દવા પી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના પટેલ કોલોની શેરી નંબર-7 માં કેવીન ટેનામેન્ટમાં રહેતા અને ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદીના દાગીનાની દુકાન ચલાવતા મનહરભાઈ ઓધવજીભાઈ ઘઘડા નામના 60 વર્ષના બુઝુર્ગ વેપારીએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાવાયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના પત્ની હેતલબેન મનહરભાઈ ઘઘડાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલ દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મનહરભાઈ ઘઘડા કે જેઓ સોના ચાંદીનો વેપાર કરતા હતા અને પોતાના ધંધામાં દેણું વધી ગયું હતું, જે દેવાની ચિંતામાં જ પોતાના ઘરે ઝેરી દવા પી લઇ મોતની સોડ તાણી લીધી હતી. જે બનાવને લઇને ભારે ચકચાર જાગી છે. સીટી બી-ડિવીઝન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!