સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સોનામાંથી બનતી ગોપચેન(હાથ થી બનાવવામાં આવતી ચેન)ના કારીગરો લુપ્ત…

On: March 17, 2022 5:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– 100 વર્ષ જૂની કારીગરીના સુરતમાં માત્ર એક જ કારીગર હાલ આ કામ કરે છે

પ્રતિનિધિ દ્વારા, સુરત 

સોનામાંથી બનતી ચેન પહેલા હાથ થી બનાવવામાં આવતી હતી. જેને ગોપચેન પણ કહેવામાં આવે છે.જો કે સવાસો વર્ષ જૂની ગોપચેનના કારીગરો હવે સુરત જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયા છે. સુરતમાં હવે માંડ એક જ કારીગર એવા છે જે આ પ્રકારની સોનામાંથી હાથ વણાટથી ચેન બનાવે છે. વિખરાયેલા માર્કેટ અને મશીનરીના કારણે કારીગરી થઈ રહી છે લુપ્ત.

સમય ની સાથે ઘણી બધી વસ્તુઓ માં બદલાવ આવે છે.જેમાં હવે ઘણી જગ્યાઓ પર માણસનું કામ મશીનરી દ્વારા કરવામાં આવતા હસ્તકલાની અમુક કારીગરી લુપ્ત થઈ રહી છે. જેમાંની એક સવાસો વર્ષ જૂની કારીગરી ગોપચેનની પણ છે. ગોપચેન એટલે કે સોનામાંથી તેના તાર બનાવીને આ તારને હાથ વણાટ થકી ચેન બનાવવાંમાં આવે છે. અને આ ચેન બનાવનાર કારીગરી અલગ જ હોય છે.આ પ્રકારની ચેન સૌપ્રથમ રાજસ્થાનના પાવા ગામના દોલરામજી એ બનાવી હતી. ત્યારબાદ મુંબઈમાં કિકા રામજી વૈષ્ણવ એ આ કારીગરી આગળ વધારી હતી. સુરતમાં હાલ આ પ્રકારનું કામ એકમાત્ર વ્યક્તિ કરે છે. અને તે છે દિનેશભાઇ બાલી.

દિનેશભાઇ મુલચંદજી બાલી એ કહ્યું કે”મેં અમદાવાદમાં મારા જ ગામના લાલિતભાઈ અને સુંદરભાઈ પાસે આ કામ શીખ્યો. ત્યારબાદ હું મારા ભાઈ ઉત્તમ જોડે સુરત આવ્યો અને અહીં કામ શરૂ કર્યું.જો કે સમયની સાથે ટેકનોલોજી આવી અને આવી ચેન મશીન પર બનતી થઈ ગઈ. તો ધીરે ધીરે માર્કેટ પણ વિખરાયા. તેથી આ કારીગરો અહીં થી ઓછા થવા લાગ્યા અને હવે તો આ પ્રકારનું કામ કોઈ કરતું નથી. એક ચેન બનાવવામાં મને 2 થી 3 કલાક લાગે છે. એક ચેનનું મને 1000 થી 1500 રૂપિયાનું વળતર મળે છે. દિવસ માં હું આવી બે ત્રણ ચેન બનાવી લઉ છું. હાથથી બનાવેલ ચેન અને મશીન પર બનેલ ચેન માં ઘણું અંતર હોય છે. આ કારીગરી દરેક વ્યક્તિ નથી કરી શકતા. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!