Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કલકત્તામાં જ્વેલર્સની હત્યા કરી નાસતો ફરતો આરોપી ગુજરાત ATSએ મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો

On: March 2, 2022 12:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 2 માર્ચ 2022 બુધવાર

14 ફેબ્રુઆરી 2022એ કલકતાના ભવાનીપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસના રૂમમાં જ્વેલર શાંતીલાલ વૈદ્યનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો. જેની જાણ થતા લોકલ પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલા પુરાવા તથા સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક તપાસ ચાલુ કરી. 

જે દરમિયાન જાણવા મળ્યુ કે મૂળ દિલ્હીના દિલશાદ ગાર્ડનના રહેવાસી વિશાલ શર્મા ઉર્ફે શિવમ ઉર્ફે આરવ શર્મા ઉં.વ.28 એ મૃત્યુ પામનાર શાંતીલાલ વૈદ્યનુ અપહરણ કરી તેમના કુટુંબને ધમકી ભર્યો ફોન કરી 1 કરોડની ખંડણી માગી હતી. જે એક્ષ્ટોર્શન કોલની વાતચીતમાં નક્કી થયેલા 25 લાખ ખંડણી પેટે મેળવેલા હતા અને તેમ છતાં જ્વેલર્સ શાંતિલાલ વૈદ્યની હત્યા કરી પોતે નાસી ગયો હતો.

આરોપી વિશાલ શર્મા ઉર્ફે શિવમ ઉર્ફે આરવ શર્મા બનાવ બાદ નાસી છૂટતા કલકત્તા, કટક તથા ભુવનેશ્વર શહેરની પોલીસ આ હત્યારાની શોધમાં હતી.ઓડિશા પોલીસે આરોપી ઉપર રૂ. 50,000 નુ રોકડ ઈનામ પણ જાહેર કર્યુ હતુ. જે દરમિયાન એટીએસ ગુજરાતને માહિતી મળી કે આ ઘાતકી હત્યા અને ખંડણીના કેસમાં નાસતો ફરતો આરોપી વિશાલ શર્મા ઉર્ફે શિવમ ઉર્ફે આરવ શર્મા પોતાનુ નામ – ઓળખ છુપાવી મહારાષ્ટ્રના શીરડી ખાતે છુપાયેલો છે. જેના આધારે એટીએસ ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર તથા પો.સબ ઈન્સ. ની ટીમે મહારાષ્ટ્રના શીરડીથી અપહરણ, મર્ડર તથા ખંડણીના ગુનામાં નાસતા ફરતા આરોપી વિશાલ શર્મા ઉર્ફે શિવમ ઉર્ફે આરવ શર્મા ઉર્ફે વીર શર્માને ગુપ્ત ઓપરેશન હાથ ધરી પકડી પાડ્યો છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ કે પકડાયેલો આરોપી વિશાલ શર્મા ઉર્ફે શિવમ ઉર્ફે આરવ શર્માએ શાંતિલાલ વૈદ્યનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આવી રીતે તેમનુ મૃત્યુ નહીં થાય તેવી શંકા થતા તેણે શાંતીલાલનુ ગળુ ટેલીફોનના વાયરથી ભીંસી નાખી હત્યા કરી હતી. એ.ટી.એસ ગુજરાત દ્વારા પકડાયેલા આરોપીને વધુ પૂછપરછ માટે અમદાવાદ લાવી આગળની તપાસ અર્થે કલકતા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!