Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

યુક્રેનમાં ફસાયેલા 586 ગુજરાતી વિદ્યાર્થી પૈકી 100 પરત ફર્યા

On: February 26, 2022 11:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


બે દિવસમાં ફોન – ઇમેલથી સરકારને 114 ફરિયાદો મળી

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને મુંબઇથી લાવવા બસો મોકલી,ગાંધીનગર કંટ્રોલરૂમ પર વધુ 64 ફોન આવ્યા

યુધ્ધની સ્થિતિ વધુ વણસી છે ત્યારે અન્ય વિદ્યાર્થીઓ કયારે પરત ફરશે તેવી વાલીઓની ચિંતા સતાવી રહી છે 

અમદાવાદ : રશિયા અને યુક્રેન વચ્ચે યુધૃધ છેડાયુ છે ત્યારે મેડિકલ સહિત અન્ય અભ્યાસ માટે ગયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ગુજરાત સરકારને અત્યાર સુધી કુલ 586 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની ફરિયાદો મળી છે. 

રાજ્ય સરકારે ગાંધીનગર સિૃથત શરૂ કરેલા કંટ્રોલરૂમની ઘંટડીઓ રણકી ઉઠી છે.છેલ્લા બે દિવસમાં સરકારને યુક્રેનમાં ફસાયેલાં વિદ્યાર્થીઓના સંદર્ભમાં કુલ 114 ફરિયાદો મળી છે. જોકે, રાહતના સમાચાર એછેકે, યુધૃધની વણસતી પરિસિૃથતી વચ્ચે ગુજરાતના 100 વિદ્યાર્થીઓ મોડી રાત્રે વતન પરત ફર્યા હતાં. 

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે જેથી મેડિકલના અભ્યાસ અર્થે ગયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાઇ પડયા છે. કેટલાંય વિદ્યાર્થીઓ 20-30 કિમી સુધી ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા છે. ઘણાં મેટ્રોરેલ સ્ટેશન અને પેટ્રોલ પંપ પર આશરો લીધો છે.ઘણાં બંકરોમાં પુરાયા છે. યુધ્ધની સ્થિતી વધુને વધુ વણસી રહી છે ત્યારે સંતાનો કયારે પરત ફરશે તેની વાલીઓને ચિંતા સતાવી રહી છે.

દરમિયાન, ગુજરાતી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાને પણ હેલ્પલાઇન શરૂ કરી છે. રાજ્ય સરકારે પણ ગાંધીનગરમાં કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.

આજે સતત બીજા દિવસે પણ 64  ફોન અને ઇમેલથી ફરિયાદો મળી હતી. છેલ્લા બે દિવસમાં કુલ 114 ફોન-ઇમેલથી ગુજરાતી વિદ્યાર્થીઓને લગતી ફરિયાદો સરકારને મળી છે. આ ફરિયાદો આધારે  યુક્રેનમાં કુલ 587 વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ જાણવા મળ્યુ છે. આ ફરિયાદો અંગે કેન્દ્રીય વિદેશ મંત્રાલયને જાણ કરી ઘટતી કાર્યવાહી કરવા જણાવાયુ છે.

સૂત્રોના મતે, ગુજરાતી વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય ભારતીય નાગરિકોને લઇને એર ઇન્ડિયાની બે ફલાઇટ યુક્રેનથી આવી રહી છે. મોડી રાત્રે નવ વાગે મુંબઇ ખાતે એર ઇન્ડિયાની ફલાઇટ આવી હતી જેમાં ગુજરાતના 56 વિદ્યાર્થીઓ પરત ફર્યા હતાં. જયારે દિલ્હી ખાતે રાત્રે બે વાગે એર ઇન્ડિયાની ફલાઇટ પહોંચી હતી જેમાં વધુ 44 ગુજરાતી વિદ્યાર્થીઓ હેમખેમ રીતે પરત ફર્યા હતાં.

ગુજરાત સરકારે મુંબઇથી  વિદ્યાર્થીઓને પરત લાવવા માટે બસોની વ્યવસ્થા કરી હતી. બીજી બાજુ , યુધ્ધની પરિસ્થિતી વધુ વણસી રહી છે ત્યારે અન્ય વિદ્યાર્થીઓ કયારે પરત ફરશે તે અંગે વાલીઓ ચિંતામાં મૂકાયા છે. સરકારે વાલીઓ આશ્વાસન આપ્યુ છેકે, કેન્દ્ર-રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ હેમખેમ રીતે પરત ફરે માટે શક્ય બધા જ પ્રયાસો કરી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!