જામનગર દલવાડી સોસાયટીમાં શાકભાજીના વિક્રેતા બે બંધુઓ ઉપર જીવલેણ હુમલો: હત્યાનો પ્રયાસ

On: February 17, 2022 6:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– થુકવા જેવી સામાન્ય બાબતમાં પાડોશી શખ્સ અને તેના પુત્ર-પુત્રવધુએ તલવાર-છરી વડે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદથી ચકચાર

– બે ભાઇઓ પૈકી એકની હાલત અત્યંત નાજુક: વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો: પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત

જામનગર તા. 17

જામનગરમાં ગોકુલ નગર નજીક દલવાડી સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા બે બંધુઓ ઉપર થુકવા જેવી સામાન્ય બાબતમાં પાડોશી માથાભારે શખ્સ અને તેના પુત્ર-પુત્રવધુએ તલવાર અને છરી વડે જીવલેણ હુમલો કરી દેતાં બન્ને ભાઈઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં એક ભાઈ ની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.પોલીસે ત્રણેય હુમલાખોર આરોપીઓ સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી છે, અને હથિયારો કબજે કર્યા છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલનગર નજીક દલવાડી નગર આશાપુરાના મંદિર સામે શેરી નંબર-4માં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સુરેશભાઈ સવશીભાઈ સોનારા નામના 35 વર્ષના યુવાન પર તેના પાડોશમાં રહેતો વીરસિંહ રાઠોડ નામનો શખ્સ થુક્યો હોવાથી તેને થૂકવાની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આ સમયે વીરસિંહ રાઠોડ અને તેનો પુત્ર જીતુ વીરસિંહ રાઠોડ ઉપરાંત જીતુ ની પત્ની વૈશાલી કે જે ત્રણેય હથિયારો સાથે ધસી આવ્યા હતા, જેમાં વીરસિંહે પોતાના પાસે છરી રાખી હતી. જિતુએ પોતાના પાસે તલવાર રાખી હતી, અને તેની પત્ની વૈશાલી એ હાથમાં ધોકો રાખ્યો હતો.

જેઓ સુરેશ પર હુમલો કરી રહયા હતા.જે દરમિયાન સુરેશનો ભાઈ વિજય છોડાવવા માટે આવ્યો હતો, જેથી જીતુએ તલવારનો એક ઘા વિજય ના પડખામાં મારી દેતાં આંતરડાં સુધી ઈજા થઈ હતી. ઉપરાંત છરી નો ઘા લાગવાથી સુરેશ પણ ઘાયલ થયો હતો, અને બંને લોહીલુહાણ થયા હતા.

આ ઘટનાને લઈને રાત્રીના નવેક વાગ્યાના અરસામાં દલવાડી નગરમાં ભારે દેકારો થઇ ગયો હતો. બંને ઇજાગ્રસ્ત બંધુઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં સુરેશની સારવાર ચાલી રહી છે. પરંતુ તેના ભાઈ વિજયની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

આ બનાવની જાણ થતા સીટી-સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને સુરેશભાઈ સોનારાની ફરિયાદના આધારે આરોપીઓ વીરસિંહ રાઠોડ, જીતુ વિરસિંહ રાઠોડ અને જીતુ ની પત્ની વૈશાલી સામે હત્યા પ્રયાસ અંગેની કલમ 307, ઉપરાંત આઈ.પી.સી. કલમ 324,325,504,506-2,114, વગેરે મુજબ ગુનો નોંધ્યો છે, અને પોલીસે ત્રણેયની આરોપીઓની અટકાયત કરી લઇ, તેઓ પાસેથી હુમલામાં વપરાયેલી તલવાર- છરી અને ધોકો વગેરે કબજે કરી લીધા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!