સરકારની પોલ ખુલી, 58 હજાર અરજી મંજૂર થઇ

On: January 21, 2022 7:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


કોરોનાનો મૃત્યુઆંક કેમ છુપાવાય છે..

સુપ્રિમની ટીકા બાદ સરકારે મૃતકોને વળતર આપ્યું, પ હજાર અરજી નામંજૂર કેમ કરાઇ…

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. આ મહામારીને લઇને ગુજરાત સરકાર ગંભીર જ નથી તેવો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, કોરોનાએ ગુજરાત સરકારની પોલ ઉઘાડી પાડી છે.

સરકાર હજુ કોરોનાનો મૃત્યુઆંક 10 હજાર દેખાડી રહી છે જયારે કોરોનાના મૃતકોને સહાય આપવા માટે 58 હજાર અરજી મંજૂર કરાઇ છે. જે દર્શાવે છેકે, ગુજરાત સરકાર કોરોનાનો મૃત્યુઆંક છુપાવી રહી છે.

પત્રકાર પરિષદ સંબોધતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકારની ટીકા કરતાં જણાવ્યું કે, 11 હજાર અરજીઓ હજુ ય પેન્ડિંગ છે જયારે પ હજાર અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. આ પરિવારો સરકારે પૂછવા માંગે છેકે, કેમ અરજીઓ ના મંજૂર કેમ કરી છે. 

સુપ્રિમ કોર્ટે ટીકા કરી પછી ગુજરાત સરકારે કોરોનાના મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવી છે. હુ જેવી આરોગ્ય સંસૃથાએ પણ કહ્યુ છેકે, દેશમાં 35-40 લાખ લોકો કોરોનાથી મોતને ભેટયા છે પણ સરકાર માનવા તૈયાર નથી. ગુજરાતમાં ય ત્રણ લાખ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

કેટલાંય લોકો ટેસ્ટ કર્યા વિના અને હોસ્પિટલમાં એડમિટ થયા વિના મૃત્યુ પામ્યા છે ત્યારે સરકારે કેવી રીતે વળતર ચૂકવશે તે પ્રશ્ન છે. ગુજરાત સરકાર કોરોનાને કાબૂમાં લેવા સદંતર નિષ્ફળ નિવડી છે ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ કોરોનાના મૃતકોના પરિજનોને પુરતુ વળતર મળે તે માટે લડત લડશે. આમ, તા.3થી 5 ફેબુ્રઆરી સુધી કોરોનાના મૃતકોના પરિવારને વળતર મળે તે માટે કોંગ્રેસ ગુજરાતમાં ઠેર ઠેર કાર્યક્રમ યોજશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!