[ad_1]

જામનગર, તા. 05
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ નજીક બાઈક અને બસ વચ્ચે ની ટક્કર માં ઘાયલ થયેલા ધ્રોળના ગાયત્રી ચોક વિસ્તારના બે પિતરાઇ ભાઇઓના અંતરિયાળ મૃત્યુ નિપજયા હતા, જે મામલે પોલીસે અકસ્માત સર્જનાર બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
ધ્રોળના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અલ્તાફ અલીભાઈ રાઠોડ (ઉ.વ.25) તને તેના પિતરાઈ ભાઈ એવા બાઈકમાં પાછળ બેઠેલા અસલમ મુસાભાઇ મકવાણા (ઉંમર વર્ષ 15) કે જે બન્નેના ખાનગી લક્ઝરી બસની ઠોકર ના કારણે ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.
જે અકસ્માતના બનાવ પછી બન્ને મૃતકોના ભાઈ અકબર અલીભાઈ રાઠોડએ ધ્રોળ પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર પટેલ ટ્રાવેલ્સ ની જીજે-1 ડી.ઝેડ. 4448 નંબરની બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે બસ ચાલક ભાગી છૂટયો હોવાથી પોલીસે બસ કબજે કરી લઈ, તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
[ad_2]
Source link






