વડોદરા: સીએનજી ભાવવધારા સામે રિક્ષાચાલકોનું કલેકટરને આવેદન

On: January 4, 2022 3:08 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– મોંઘવારીમાં ભાડું વધારી પ્રજા ઉપર બોજ નાખવા માંગતા નથી: રિક્ષાચાલકો

વડોદરા, તા. 04 જાન્યુઆરી

પેટ્રોલ ડીઝલ ગેસ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કૂદકે ને ભૂસકે ભાવ વધારાના કારણે મધ્યમવર્ગની કમર ભાંગી તૂટી છે .મોંઘવારીના સમયમાં એક તરફ પેટ્રોલ અને ડીઝલ ભડકે બળી રહ્યું છે. તો બીજી તરફ સીએનજી ગેસમાં પણ સતત ભાવ વધારો ઝીંકાતા રિક્ષાચાલકોમાં નારાજગી જોવા મળી  છે. 

આજે રીક્ષા યુનિયનો દ્વારા સીએનજી ભાવવધારા સામે  કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને તાત્કાલિક ભાવવધારો પાછો ખેંચે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અત્રે નોંધનીય છે કે રિક્ષાચાલકોએ જણાવ્યું હતું કે મોંઘવારીના સમયમાં ભાડું વધારી અમે પ્રજા ઉપર વધારાનો બોજ નાખવા માંગતા નથી

રીક્ષા યુનિયનને રજૂઆત કરી હતી કે, તાજેતરમાં અદાણી ગેસ દ્વારા  4 વખત ગેસનો ભાવ વધારો કરવામાં આવ્યો છે . જેનો વડોદરા ઓટોરીક્ષા પ્રગતિ યુનિયન ( આઈટુક ) અને વડોદરા શહેર જિલ્લાના આગેવાનો અને શહેરના રીક્ષાચાલકો સખત વિરોધ દર્શાવે છે . છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીની અંદર શ્રમજીવી રીક્ષા ચાલકોએ પોતાની રોજીરોટી ગુમાવી છે . અને અત્યારે માંડમાંડ રીક્ષા ચાલકોની રોજીરોટી શરૂ થઇ છે . તેમાં સરકારના દબાણથી ગરીબ અને માધ્યમ વર્ગના રીક્ષા ચાલકો ઉપર પડતા પર પાટુ સમાન જે સી.એન.જી. ગેસનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે  મોંઘવારી સામે પોષાય તેમ નથી . સરકાર ગરીબોની નહિ પણ માલેતુજારોની છે .  મન ફાવે તેમ ભાવ વધારો કરવા માટે ગેસ કંપનીઓને છૂટ આપી છે . હાલ  શ્રમજીવી રીક્ષા ચાલકો ખૂબ પરેશાન થઈ ગયા છે . અને પોતાની રોજીરોટી ગુમાવી રહ્યા છે . અમે રીક્ષા ભાડામાં વધારો કરી પ્રજા પર ભાડા વધારાનો બોજ નાખવા માંગતા નથી . જેથી અમારી માંગ  છે કે સી.એન.જી. ગેસનો ભાવ  વધારો  તાત્કાલિકપણે પાછો ખેંચવામાં આવે.નહિ આવે તો આગામી દિવસોમાં ગુજરાત ફેડરેશનના  માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!