વડોદરા: ઇકો ગાડી ભાડે લેવાના બહાને બારોબાર વેચી દઇ ઠગાઈ

On: January 3, 2022 1:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03 

વડોદરા ના વાઘોડિયા વિસ્તારમાં આવેલી શ્રીજી ધામ અને સૂર્ય નગર સોસાયટીમાં રહેતા બે વ્યક્તિએ ઇકો ગાડી ભાડે લેવાના બહાને બારોબાર વેચી દીધી હોય અથવા ગીરવે મૂકી વાઘોડિયા તાલુકાના નુરપુરી ગામના રહેવાસી સાથે ઠગાઇ કર્યાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

વાઘોડિયા તાલુકાના નુરપુરી ગામના રહેવાસી રાહુલ વિજય બારીયા નામના યુવકે પોતાના ઉપયોગ માટે ખરીદ કરેલી eeco ગાડી ભાડે લઈ ફેરવવા અંગે વાઘોડિયા રોડ ના શ્રીજી ધામ સોસાયટી ના વોન્ટેડ વિરલ અરવિંદ પટેલ અને સૂર્ય નગર સોસાયટી ના વોન્ટેડ દિવ્યરાજ વિજયસિંહ ચૌહાણ દ્વારા માગવામાં આવી હતી અને એક મહિનાનું ભાડું 20,000 નક્કી કર્યું હતું તે બાદ એક મહિના નું રૂપિયા 17000 ભાડું આપવાનું નક્કી થયું હતું.

આરોપી વોન્ટેડ વિરલ પટેલ અને દિવ્ય રાજ ચૌહાણે નુરપુરી ગામના રાહુલ બારીયા ને વિશ્વાસ રાખી એક મહિના સુધી ભાડું ચૂકવ્યું નહીં અને ઈકોગાડી બારોબાર વેચી દીધી હોય અથવા કોઈ જગ્યાએ ગીરવે મૂકી છેતરપિંડી કરી છે.

આ અંગે નુરપુરી ગામના રાહુલ બારિયા એ પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!