અમદાવાદમાં ૨૭ દિવસમાં ડેન્ગ્યુના ૪૦૬,ચીકનગુનીયાના ૨૭૭ કેસ નોંધાયા

On: November 30, 2021 9:59 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,મંગળવાર,30
નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં દિવાળી પર્વ બાદ બે ઋતુના કારણે મચ્છરજન્ય
રોગચાળાનો ઉપદ્રવ વધવા પામ્યો છે.૨૭ દિવસમાં ડેન્ગ્યુના ૪૦૬ અને ચીકનગુનીયાના ૨૭૭
કેસ નોંધાયા છે.આ વર્ષે ૧૧ મહિનામાં ડેન્ગ્યુના ૨૯૪૨ તેમજ ચીકનગુનીયાના ૧૫૮૪ કેસ
નોંધાયા છે.પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.આ
પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી મચ્છરજન્ય રોગચાળાને
ડામવા કરાતી કામગીરી સામે પણ શહેરીજનો સવાલ કરી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,નવેમ્બર મહિનામાં ૨૭ દિવસમાં મેલેરીયાના ૮૧ કેસ અને ઝેરી
મેલેરીયાના ૨૦ કેસ નોંધાયા છે.ડેન્ગ્યુ આ વર્ષે શહેરીજનો માટે ચિંતાનો વિષય બન્યો
છે.૨૭ નવેમ્બર સુધીમાં ડેન્ગ્યુના ૪૦૬ કેસ નોંધાયા છે.આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર
સુધીમાં  ડેન્ગ્યુના ૨૯૪૨ કેસ નોંધાયા
છે.વર્ષ-૨૦૨૦માં આખા વર્ષમાં ૪૩૨ કેસ નોંધાયા હતા.ચીકનગુનીયાના ૨૭ નવેમ્બર સુધીમાં
૨૭૭ કેસ નોંધાયા  છે.આ વર્ષે ૧૧ મહિનામાં
ચીકનગુનીયાના ૧૫૮૪ કેસ નોંધાયા છે.ગત વર્ષે ૧૨ મહિનામાં ચીકનગુનીયાના ૯૨૩ કેસ નોંધાયા
હતા.

પાણીજન્ય રોગચાળામાં ૨૭ નવેમ્બર સુધીમાં ઝાડા-ઉલ્ટીના ૧૯૪
કેસ નોંધાયા છે.કમળાના ૧૨૬ અને ટાઈફોઈડના ૧૬૬ કેસ નોંધાયા છે.ગત વર્ષે ૧૨ મહિનામાં
ઝાડા-ઉલ્ટીના ૨૦૭૨ કેસ નોંધાયા હતા.આ વર્ષે ૧૧ મહિનામાં જ ૩૪૪૪ કેસ નોંધાઈ ગયા
છે.ગત વર્ષે કમળાના  ૬૬૪ કેસ નોંધાયા હતા.આ
વર્ષે ૧૧ મહિનામાં ૧૨૬૧ કેસ નોંધાયા છે.ગત વર્ષે ટાઈફોઈડના ૧૩૩૮ કેસ નોંધાયા હતા.આ
વર્ષે અત્યાર સુધીમાં ૧૯૪૯ કેસ નોંધાયા છે.ગત વર્ષે ૧૨ મહિનામાં કોલેરાનો એક પણ
કેસ નોંધાયો નહોતો.આ વર્ષે ૧૧ મહિનામાં કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે.આ વર્ષે
અત્યારસુધીમાં પાણીના લેવામાં આવેલા સેમ્પલના ટેસ્ટ બાદ ૨૦૨ સેમ્પલમાં કલોરીન
નીલનો રીપોર્ટ આવ્યો છે.જયારે ૧૭૮ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!