ફલધરા ચીંચાઈ માર્ગ ઉપર ઝૂલવણ નદી પર બનતો બ્રિજ નહેરના પાણીને કારણે કામગીરી મંથરગતિએ

On: April 17, 2023 9:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુરના ફલધરા ચીંચાઈ માર્ગ ઉપર છેલ્લા દોઢ માસ ઉપરાંત થી ઝૂલવાન નદી ઉપર બની રહેલ નવા બ્રિજનું કામ ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જોકે તેની પાછળ નું કારણ છે નહેર માં છોડવામાં આવતું પાણી નદીમાં કાયમી ધોરણે વહે છે જેના કારણે બ્રિજના પાયા ઉભા કરવા માટે કોન્ટ્રકટરને ભારે મુશ્કેલી પડી રહી છે આવીરત રીતે વહેતા પાણી ને કારણે અહીં કામ કરનારા મજૂરોની હાલત દયનિય છે

દર ચોમાસે ઝૂલવાણ નદી ઉપર બનેલા બ્રિજ ની ઉપર થી પાણી પસાર થતા લોકો ચોમાસા માં મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે હાલ આ નદી ઉપર ઊંચો અને નવો  બ્રિજ બને તે માટે કામગીરી દોઢ માસ અગાઉ થી શરૂ કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રકટમાં કામ કરતા સૂત્રો ની માનીએ તો છેલ્લા દોઢ માં પાયા ઉભા કરવા માટે નદીમાં પાણી જે વહે છે તે વાળવું જરૂરી છે પરંતુ નદીમાં વહેતુ પાણી બંધ થવાનું નામ નથી લઈ રહ્યું જેનું કારણ છે કે દમણગંગા નહેર માં છોડવામાં આવતું પાણી અનેક ખેતરો માં થઈ ને ઝૂલવણ નદીમાં કાયમી વહે છે જો પાણી બંધ થાય તો બાંધકામ ની કામગીરી ને વેગ મળે એમ છે પરંતુ દર 15 દિવસે છોડવામાં આવતું પાણીને કારણે કામગીરી સાવ ધીમી ગતિ એ ચાલી રહી છે આજે દોઢ માસ ઉપરાંત સમય થયો પરંતુ માત્ર પાયાના પિલરો જ ઉભા થઇ શક્ય છે 

જોકે પાણી અન્યત્ર વળવા કે નહેર નું પાણી જો માત્ર 10 દિવસ બંધ રાખવામાં આવે તો બ્રિજની કામગીરી જોરશોર થી થઈ શકે એમ છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!