પારડી તાલુકાના વેલપરવા ગામે મધ્યરાત્રીએ દિપડાએ માણસ ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી ઇજાગ્રસ્તને પારડી મોહન દયાડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં સર્જરી બાદ હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધી પશુને શિકાર બનાવનાર દિપડો માનવભક્ષી બન્યાનુ સામે આવતા ગ્રામજનો મા દહેશતનો માહોલ સર્જાયો છે જોકે વન વિભાગ પણ હરકતમાં આવી પાંજરૂ ગોઠવ્યુ છે પારડી તાલુકાના વેલપરવા ગામે ભેસુ ફળીયામાં રહેતા સતિષભાઈ બચુભાઈ પટેલ રાત્રીના પોતાના ઘરે સુતા હતા ત્યારે મધ્યરાત્રીએ 2 કલાકના સુમારે તેમના ઘર બહાર કંઈક અવાજ આવતા તેઓ જાગી ને ઘરની બહાર નીકળ્યા હતા તે સમયે અચાનક દિપડાએ તેમના ઉપર તરાપ મારી હતી , મોતને સામે જોતા સતિષભાઈ અે બુમાબુમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા અને વિજળી તથા બેટરી ચાલુ કરી દેતા આ દીપડો ત્યાથી નાશી છુટયો હતો .બીજી તરફ સતિષભાઈ ને માથા તથા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી તેમને તાત્કાલિક પારડી મોહન દયાડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સર્જરી બાદ હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે વન વિભાગને જાણ થતા આર એફ ઓ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં પગની છાપ વગેરેનુ નિરીક્ષણ કરતા હુમલો કરનાર દિપડો જ હોવાનું જણાતા આ મામલો ગંભીર ગણાવ્યો હતો કારણ કે અત્યાર સુધી આ વિસ્તારમાં દીપડો ગાય વિછરડા કે મરઘાને શિકાર બનિવતો હતો પરંતુ હવે માણસ ઉપર તરાપ દિપડો માનવભક્ષી બન્યાનુ સામે આવતા ગ્રામજનો મા દહેશતનો માહોલ સામે આવ્યું છે. વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવ્યુ હતુ સાથે લોકો ને સાવધ રહેવા ચેતવણી આપી હતી