કપરાડા તાલુકાના આંબાજંગલ તથા સાહુડા ગામના જરૂરિયાતમંદ લોકો ને કેશવી ફાઉન્ડેશન દ્વારા વસ્ત્રવિતરણ તથા અનાજ વહેંચવામાં આવ્યું. કેનેડા સ્થિત શ્રી અંબેલાલ પટેલ, શ્રી જિતેન્દ્ર પટેલ, છાયા પટેલ, નંદનંદન તરફથી આ કાર્યક્રમ યોજાયો. ઉપરોક્ત કાર્યક્રમના આયોજનમાં ડૉ. આશા ગોહિલ , શ્રી હાર્દિક પટેલ, લક્ષ્મીબેન પટેલ, શ્રી હેમાંગ શાહ ( સુરત), લીલાપોરના શ્રી નલીનભાઇ, શ્રી જીતુભાઈ તથા વરવઠના શ્રી અમરતભાઇ મદદરૂપ થયા.. આંબાજંગલ ગામે 70જેટલાં લોકોને તો છેક છેવાડાનું ગામ સાહુડા ગામના આંબાપાડા વિસ્તારમાં 22 વિધવાઓને અનાજની કીટ તથા 120 જેટલાં લોકોને વસ્ત્રવિતરણ કરાયા.
આ કાર્યક્રમમાં
આંબાજંગલના સરપંચશ્રી અમરતભાઇ પટેલ, ઉપસરપંચ શ્રી સોમનાથ ભાઈ તથા સાહુડા ગામમાં શ્રી ગણેશ ( પૂર્વવિદ્યાર્થી મોટાપોંઢા કૉલેજ) ની મદદથી આ કાર્યક્રમ યોજાયો. શ્રી નીતાઇ પદ દાસ સહિત ઇસ્કોન ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.