વલસાડ જિલ્લાનો વરસાદ

0
203

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો
અનુસાર જિલ્લામાં તા.૨૬/૦૬/૨૦૨૧ના રોજ સવારે ૬-૦૦ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન
ઉમરગામ તાલુકામાં ૨૮ મી.મી., કપરાડા તાલુકામાં ૪૨ મી.મી., ધરમપુર તાલુકામાં ૦૩ મી.મી., પારડી
તાલુકામાં ૨૬ મી.મી., વલસાડ તાલુકામાં ૦૩ મી.મી. અને વાપી તાલુકામાં ૪૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૨૬૨ મી.મી. (૧૦.૩૧ ઇંચ), કપરાડા
તાલુકામાં ૩૨૪ મી.મી. ( ૧૨.૭૬ ઇંચ), ધરમપુર તાલુકામાં ૧૯૭ મી.મી. (૦૭.૭૬ ઇંચ), પારડી તાલુકામાં ૩૫૭ મી.મી. (૧૪.૦૬ ઇંચ), વલસાડ તાલુકામાં ૩૪૧ મી.મી. (૧૩.૪૩ ઇંચ) અને વાપી તાલુકામાં ૩૨૨ મી.મી.(૧૨.૬૮ ઇંચ) વરસાદ નોંધાયો છે. આમ વલસાડ જિલ્લામાં મોસમનો સરેરાશ ૩૦૦ મી.મી. એટલે કે ૧૧.૮૩ ઇંચ વરસાદ વરસી ચૂકયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here