જિલ્લા ખેતીવાડી વિભાગની 12 ટીમે સર્વે કર્યો 6 તાલુકામાં માત્ર 346 ખેડૂતોને ડાંગરમાં નુકશાન !!?

On: July 20, 2022 1:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લામાં ખેતીવાડી વિભાગે નુકશાની સર્વે માટે 12 ટિમ બનાવી 6 તાલુકામાં સર્વે કર્યો કે વરસાદના પાણીથી ડાંગરના ધરું વાડિયામાં કેટલા લોકોને નુકશાન છે તો માત્ર 6 તાલુકામાં 346 જ ખેડૂતોને નુકશાન સામે આવ્યું છે જે નવાઈ પમાડે એવા આંકડા છે.

વલસાડ જિલ્લામાં અંદાજિત 300 હેકટર થી વધુમાં ડાંગરનો પાક થાય છે જ્યારે ખેતીવાડી સર્વે મુજબ માત્ર 91 ટકા જ ડાંગરના પાક ને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે તો 6 મોટા તાલુકામા મોટા ભાગે 70 ટકા ખેડૂતો ડાંગર ઉપર નભે છે અને 10 જુલાઈ થી 15 જુલાઈ સુધીમાં સતત વરસાદ થતા કોઈ એવા ખેડૂતો નહિ હોય જિલ્લામાં જેમના ખેતરોમાં વરસાદી પાણી ફરી ન વળ્યાં હોય ત્યારે જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા 12 ટિમો બનાવીને સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હોય તો માત્ર 346 જ ખેડૂતો ને નુકશાન થયું હોવાનું આંકડો સામે આવે એ વાત સામાન્ય કોઈ પણ ખેડૂતોને ગળે ઉતરે એમ નથી 

જિલ્લાના ખેડૂતોની માંગ છે કે દરેક તાલુકા મુજબ દરેક ગામોમાં ગ્રામ પંચાયત દીઠ સર્વે કરવામાં આવે જેથી સાચો આંકડો અને હકીકત બહાર આવી શકે અને નુકશાની પામેલા ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!