કપરાડા ના જંગલો માં સાગ અને ખેરના કિંમતી લાકડા ની તસ્કરી જાણે આમ બની છે ગુટકા અને પાન મસાલા બનાવતી કંપનીઓ ખેરના લાકડા નો ઉપયોગ થતો હોય અને મો માંગી કિંમત આપતા હોવા ને લઈ ને ખેર ની તસ્કરી જંગલ વિસ્તાર માં વધી છે પીક અપ કે ટ્રક માં લઇ જઇ શકાય નહીં એટલે હવે ખાનગી વાહનો જેવા કે મારુંતી વેન, ટેક્ષી કે અન્ય ક્વોલિસ જેવી ફેમિલી કાર માં તસ્કરી વધી ગઈ છે ધરમપુર અને કપરાડા વિસ્તાર માં છેલ્લા કેટલાક સમય થી કોઈ પ્રેમ નામના ઈસમ દ્વારા તસ્કરી કરવામાં આવતી હોવાની માહિતી હાલ ચર્ચા નો વિષય છે ત્યારે જંગલ ખાતા ના અધિકારી ને મળેલી બાતમી મુજબ એક ખાનગી વાહન માં ખેરના લાકડા ની તસ્કરી થઈ રહી હોય ચિવલ મરીમાતા મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારી એ વોચમાં હતા ત્યારે બાતમી વાળી ક્વોલિસ કાર આવતા તેને અટકાવવા પ્રયાસ કર્યો પરંતુ કાર ચાલકે વાહન હંકારી મૂક્યું હતું અને જંગલ ખાતાની ટીમને ઓળખી જતા કાર મૂકી ને ભાગી જતા કાર મથી છોલેલા ખેરના લાકડા નંગ 47 જેની અંદાજીત કિંમત 20,944 તેમજ ક્વોલિસ કાર ની કિંમત 50હજાર નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો
ઉલ્લેખનિય છે કે દિવાળી ટાણે જ ખેરના ના લાકડા ભરેલ કાર ઝડપાઇ જતા અનેક ચર્ચા ઓ ઉઠી રહી છે હાલ તો આ જથ્થો કોઈ અજાણ્યા ઈસમ નો હોવાનો ગુન્હો નોંધાયો છે પરંતુ લોક ચર્ચા મુજબ આ જથ્થો એક નામચીન ખેર ચોર નો હોવાનો ગણગણાટ ખુદ જંગલ ખાતા ના કર્મચારિ ઓમાં જ ઉઠી રહ્યો છે