વલસાડ જિલ્લામાં જંગલ વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ ડાંગ જિલ્લામાં વાઈલ્ડ લાઈફ ફોટો ગ્રાફી સ્પર્ધા નું આયોજન પ્રથમ વાર કરવામાં આવ્યું હતું જેમાં પશુ પક્ષી ઓ ના ફોટો ગ્રાફ નું એકસીબીશન વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે ના હસ્તે કરવમ આવ્યું હતું વિવિધ 5 કેટેગરી માં કુલ 200 ફોટોગ્રાફ એકસીબીશન માં મુકવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમ દરમ્યાન માજી રાજ્ય સરકારના મંત્રી રમણલાલ પાટકર એ હાજરી આપી હતી ફોટોગ્રાફી સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા ઓને રોકડ ઇનામ પ્રોત્સાહન રૂપે રમણલાલ પાટકર ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે જન જનાવર ને બચાવ માટે અને રેસ્ક્યુ કરનારા અનેક સંસ્થા ની કામગીરી ને પ્રમાણ પત્રો આપી ને બિરદાવવા માં આવી હતી કાર્યક્રમ દરમ્યાન નાની વહિયાલ ખાતે ઠાસની વાળી બંદૂક લઈ રાષ્ટ્રીય પક્ષી મોર નો શિકાર કરવા આવેલ લોકોને પકડવામાં વિશેષ કામગીરી કરવા બદલ ફોરેસ્ટર અને બીટગાર્ડ ને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ દરમ્યાન સામાજિક વનીકરણ વિભાગના ડી એફ ઓ યદુ ભારદ્વાજ દક્ષિણ વન વિભાગના ડી એફ ઓ રૂપક સોલંકી,અને ઉત્તર વન વિભગના ડી એફ ઓ યુવરાજ સિંહ ઝાલા, વાપી રેન્જના આર એફ ઓ અભિજીત સિંહ રાઠોડ,ગોયમાં રેન્જ આર એફ ઓ મનિષા બેન સહિત જંગલ ખાતા ના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા ..