માંડવા ગામના લોકોએ એક માસ પેટ્રોલિંગ કર્યું અને જાત મહેનતે ટેનકર ઝડપવામાં સફળતા મળી તે અગાઉ પણ ઘણીવાર કેમિકલ ઢાલવી ને ભાગી ગયા હતા ઝેરી કેમિકલ ને લીધે પાણીમાં અનેક જીવો થતા ઘાસ ચારો પણ બળી ચુક્યો હતો માણસ માટે જીવલેણ સાબિત થાય એટલો ઝેરી કેમિકલ રાત્રી દરમિયાન ઠાલવી નાસી જતા તત્વને આખરે ગ્રામજનો એ દબચ્યો અને કન્ટેનર પકડી ને કપરાડા પોલીસને હવાલે કર્યું હતું
કપરાડા કુંભઘાટ ઉતરતા રસ્તા કિનારે ટ્રક પાર્કિગ કરી ને ઉડી ગટરમાં કેમિકલ ટેન્કરમાંથી ડાયરેક ઝેરી કેમિકલ ખાલી કરતા માંડવા ગામના ડે. સરપંચ દેવું સહિત 10 જેટલા જાગૃત યુવાનોએ ઝડપી લીધા હતા અગાઉ ખાલી કરી ને ભાગી છૂટેલા તત્વો એ ખેતર બરબાદ કરી નાખ્યા હતા પાણીમાં રહેતા તમામ જીવો મરી ગયા હતા પાછલી કાચબા, જનાવર કૂતરા અન્ય પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા માણસ જાત માટે પણ જીવલેણ સાબિત થાય એમ હતું પરંતુ ગામના લોકોએ પરિસ્થિતિ ને પારખી જઈ એક માસ વોચ રાખી આખરે સફળતા મળી છે કપરાડા કુંભઘાટ થી પારનદી સુધી પાણીમાં ફેલાઈ રહેલું કેમિકલ થી નદીનું પાણી પીળું પીળું 20 કિલોમીટર સુધી ફેલાઈ ચૂક્યું છે જેટલું પાણીમાં ફેલાય છે એટલું જ પાણી પીળું થતું જઈ રહ્યું છે આ જીવલેણ ઘટનાને પારખી જઈ કપરાડા પી.એસ.આઈ.જે.જે.ડાભી તાત્કાલિક તપાસ હાથ ધરી છે કારણ કે કેમિકલ એટલું દુર્ઘન મારી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પાસે ઉભું રહેવાની હિંમત કરી શકે તેમ નથી કેમિકલ બે જગ્યા ઉપર ઢાળવાય છે એક કુંભઘાટ ઉપર બીજે તડકેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં 14 ચક્કામાં ઝેરી કેમિકલ ઢાલવી ને ટ્રક ચાલક ભાગી જતા હતા પરંતુ ગઈ કાલે મળસ્કે 4.00 કલાકે ગ્રામજનોએ દબોચ્યા હતા…કપરાડા પોલીસ એ આ પ્રકરણ માં ગુજરાત પોલ્યુશન બોર્ડ નો સંપર્ક સાધ્યો હતો અને એફ એસ એલ ની ટિમ ને પણ બોલાવી હતી ઊંડાણ પૂર્વક તપાસ કરવા કપરાડા પોલીસ સ્ટેશન ના પી એસ આઈ જે જે ડાભી એ જણાવ્યું હતું હાલ તેઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે… .