ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મેન અંડર-19ની જાહેર થયેલી વિનુ માંકડ ટ્રોફી-2021-22 માટે ટીમમાં ધરમપુરના ગરીબ આદિવાસી પરીવારના રબાડા નામથી જાણીતા ફાસ્ટ બોલર વિકાસ માહલાના સમાવેશ કરવામાં આવતા ધરમપુર પંથકમાં ખુશીની લહેર જોવા મળી છે અમદાવાદમાં યોજાયેલા GCAના કેમ્પમાં સિલેક્ટર્સને પોતાની ફાસ્ટ બોલિંગથી પ્રભાવિત કર્યા હતા આ કેમ્પ માં કુલ 25 યુવાનોને સિલેક્સ્ટ કરવામાં આવ્યા હતા જેમાં વિકાસ મહાલા 13 માં ક્રમે સિલેક્શન થયું છે
મહત્વનું છે કે વિકાસ મહિલા અને ધરમપુરના વાલોડ ફળિયા વિસ્તારમાં રહે છે તેમજ વાલોડ યુવક મંડળ ના સભ્યો સહિત તેને પ્રોત્સાહન આપનાર તમામ લોકોનો તેણે આભાર વ્યક્ત કર્યો હતો