માનનીય મંગુ ભાઈ ને નમ્ર અરજ કે તમે હાથી ખાના નહિ પણ આસુરા સર્કલ થઈ બીલપુડી બાયપાસ થઈ ને બરૂમાલ જજો એટલે કમ સે કમ તમારા આવવા થી રોડ તો સુધરે …

0
318

ધરમપુર આસુરા સર્કલ થી છેક બીલપુડી બાયપાસ સુધી નો રોડ ઉપર એટલી હદે ખાડા પડી ગયા છે કે ખાડા માં રોડ કે રોડ માં ખાડા પડયા છે એ જ વાહન ચલાક ને સમજાતું નથી એટલુંજ નહિ વાહન ચાલકો એ વાહન ના ટાયરો ક્યાં ચલાવવા અને ક્યા ખાડા માં થી પડવા બચાવવા એ એક કોયડો બને છે ત્યારે માનનીય મધ્ય પ્રદેશ ના રાજ્ય પાલ જ્યારે ગુરુવાર ના રોજ ધરમપુર આવી રહ્યા છે ત્યારે ભર ચોમાસે કેટલાક રોડ તેમના આગમન ટાણે ફૂલ ગુલાબી વાતાવરણ રજૂ કરવા તાબડતોબ વરસતા વરસાદ માં પણ બનાવવા માં આવ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે મંત્રી તંત્રી અને સંતરી ઓ આવે ત્યારે જ પી ડબ્લ્યુ ડી વિભાગ ઘોર નિંદ્રા માંથી જાગે છે ??વળી આસુરા સર્કલ થી બીલપુડી બાય પાસ નો રોડ ઉપર એટલી હદે ખાડા પડયા છે કે ત્યાં થી મધ્ય પ્રદેશના રાજ્ય પાલ ને જો બરૂમાલ લઈ જવામાં આવે તો તંત્ર નું નાક કપાઈ જાય એટલે તેમણે સર્કિટ હાઉસ થી બરૂમાલ લઈ જવા મુખ્ય માર્ગ છોડી ને બજાર માંથી લઈ જવાનો પ્લાન બનાવવા માં આવ્યો પરંતુ રોડ તો ચાડી ખાસે જ કે તંત્ર એ માત્ર તેમના આગમન ટાણે જ કમગીરી કરી છે સ્વર્ગ વાહીની નદી ના બ્રિજ ઉપર આખું ચોમાસુ પાલિકા એ પથ્થરો ન નાખ્યા અને હવે જ્યારે મંગુ ભાઈ આવે છે ત્યારે ખાડા પૂર્યા જેથી ફૂલ ગુલાબી વાતાવરણ રજૂ કરી શકાય પરંતુ સ્થાનિક લોકો અને વાહન ચાલકો જે ત્રાહિમામ પોકારી ગયા છે તેઓની મંગુ ભાઈ ને નમ્ર અરજી છે કે તેઓ બજાર માં થઈ ને નહિ પરંતુ આસુરા સર્કલ થઈ બીલપુડી બાયપાસ થઈ ને બરૂમાલ જાય એ જરૂરી છે જેથી તંત્ર દ્વારા કેવી કામગીરી સામાન્ય જનતા માટે કરાય છે તે વાસ્તવિક ચિત્ર તેઓ પણ પોતા નેત્રો થી નિહાળી શકે અને તેમના આવવા થી કદાચ માર્ગ દુરસતી ની કમગીરી થઈ શકે તો લોકોને રાહત રહે …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here