શ્રાવણ માસના છેલ્લા સોમવારે વલસાડના શિધેસ્વર મહાદેવ મંદિર માં ભક્તોએ ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હર હર ભોલેના નાદથી શિવાલય ગૂંજી ઉઠ્યું
પવિત્ર શ્રાવણ માસ સોમવારથી પ્રારંભ થયો હતો અને પૂર્ણાહુતિ પણ સોમવારે જ થઈ . ત્યારે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોએ એક મહિના સુધી શિવજીની પૂજા અર્ચના અને આરાધના કરી ભોળાનાથને રિઝવ્યાં હતા. વલસાડ જિલ્લાના શિવ ભક્તોએ જિલ્લામાં અને દેશમાં કોરોના મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી. શ્રાવણના છેલ્લા સોમવારે અને સોમવતી અમાવસે વલસાડ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવમંદિરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના શિવ મંદિરોમાં વિવિધ આગી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભવિક ભક્તોએ લીધો હતો.
ત્યારે વલસાડ ના ગુજરાત હાઉસિંગ બોર્ડ માં આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ માં શ્રવણ માસ ના અંતિમ દિવસે મહામૃત્યુંજય મંત્રની અખંડ ધૂન અને રાત્રી દરમ્યાન મહારુદ્ર અભિષેક કરી ભસ્મ આરતી કરી શ્રાવણ માસને આપી વિદાય
વલસાડ શહેરના શિધેસ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. સોમવારના રોજ શ્રાવણ માસના અંતિમ દિન નિમિત્તે એટલે કે સોમવતી અમાવસ્યાના દિને ભગવાનને મહામૃત્યુંજય મંત્રની અખંડ ધૂન સાથે સ્મશાનની અસલ ભસ્મની આરતી સાથે પવિત્ર શ્રાવણ માસને વિદાય આપવામાં આવી
આ આરતી માં શ્રી બજરંગ યુવક ના કાર્યકર્તા તેમજ મહિલા ઓ સહિત મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી સ્મશાન ના ભસ્મ ની આરતી કરી મહાદેવ ને રીજવનો કર્યો હતો પ્રયાસ
સમગ્ર મંદિર ને ફૂલો તેમજ અત્યાધુનિક લાઈટો વડે શણગારવામાં આવ્યું હતું
હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું